રાજકોટ–પોરબંદર એકસપ્રેસ સ્પે.ટ્રેનના સમયમાં આજથી જ ફેરફાર

  • December 16, 2023 02:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ–પોરબંદર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સ્પેશિયલ એકસપ્રેસ ટ્રેન તરીકે દોડતી રાજકોટ પોરબંદર વચ્ચેની બીજી ટ્રેનને આજે તારીખ ૧૬ ડિસેમ્બર, ૨૦૨૩થી રાજકોટ– પોરબંદર ડેઈલી એકસપ્રેસ ટ્રેન તરીકે તબદિલ કરીને કાયમી બદલાયેલા સમય સાથે ચલાવવામાં આવનાર છે.
આ નવી રેગ્યુલર ટ્રેન નંબર ૧૯૨૦૮ ૧૯૨૦૭ રાજકોટ–પોરબંદર એકસપ્રેસ (દૈનિક) પૈકી ટ્રેન નંબર ૧૯૨૦૮ રાજકોટ– પોરબંદર એકસપ્રેસ આજે ૧૬મી ડિસેમ્બર, ૨૦૨૩થી દરરોજ ૧૬.૧૦ કલાકે રાજકોટ ઉપડશે અને ૨૧.૨૦ કલાકે પોરબંદર પહોંચશે. રિટર્નમાં ટ્રેન નંબર ૧૯૨૦૭ પોરબંદર–રાજકોટ એકસપ્રેસ ૧૬મી ડિસેમ્બર, ૨૦૨૩ થી દરરોજ સવારે ૦૫.૪૫ કલાકે પોરબંદરથી ઉપડશે અને સવારે ૧૦.૩૦ કલાકે રાજકોટ પહોંચશે. ઉપરોકત ટ્રેનો બંને દિશામાં રાણાવાવ, તરસાઈ, વાંસજાળીયા, કાટકોલા, બાલવા, જામ જોધપુર, પાનેલી મોતી, ભાયાવદર, ઉપલેટા, સુપેડી, ધોરાજી, જેતલસર, નવાગઢ, વીરપુર, ગોંડલ અને ભકિતનગર સ્ટેશનો પર ઉભી રહેશે.ઉલ્લેખનીય છે કે આજ સુધી રાજકોટ– પોરબંદર સ્પેશીયલ ટ્રેન ૧૫.૧૫ કલાકે ઉપડતી હતી. (ટ્રેન નંબર ૦૯૫૯૫) અને પોરબંદરથી ૦૭.૩૦ કલાકે દોડનારી ટ્રેન નંબર ૦૯૫૯૬ને રદ કરીને તેના સ્થાને સમયમાં ફેરફાર કરીને આ નવી ટ્રેન ચાલુ કરવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application