ચંદ્રયાન-૩ના લેન્ડરે મિશન પૂરું થયા પછી છલાંગ લગાવીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા : ઈસરો

  • February 19, 2025 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ઓગસ્ટ 2023 માં, ચંદ્રયાન-3 લેન્ડર વિક્રમે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરીને અવકાશમાં ઇતિહાસ રચ્યો. ત્યારબાદ ઇસરોના વૈજ્ઞાનિકોને પણ એક નવા પડકારનો સામનો કરવો પડ્યો. વિક્રમ પાસે હજુ પણ થોડું પ્રોપેલન્ટ બાકી હતું. કેટલાક વૈજ્ઞાનિકો માનતા હતા કે તેને આ રીતે બગાડવું જોઈએ નહીં. જયારે કેટલાક વૈજ્ઞાનિકો માનતા હતા કે મિશન પહેલાથી જ સફળ થઈ ગયું છે અને હવે કોઈ વધારાના પ્રયોગોની જરૂર નથી. ઇસરોએ તેની યોજનાઓ બદલી અને ચંદ્ર પર વિક્રમ લેન્ડરનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટીથી 40 સેમી ઉપર ઊંચકાયું, લગભગ 30-40 સેમી દૂર ખસી ગયું અને ફરીથી ઉતર્યું હતું. આ છલાંગે ઈસરોના વૈજ્ઞાનિકોને આશ્ચર્યચકિત કરી દીધા. આ સાથે, તેણે ભવિષ્ય માટે સારા સંકેતો પણ આપ્યા.


ચંદ્રયાન-૩ મિશનમાં સામેલ ઈસરોના વડા વી. નારાયણને આ પ્રયોગ સાથે જોડાયેલી ઘટનાઓને યાદ કરતા કહ્યું, લેન્ડીંગના દિવસે ઘણું પ્રેશર હતું, પરંતુ પ્રોપલ્શન સિસ્ટમે સંપૂર્ણ રીતે કામ કર્યું અને ચંદ્રયાન-૩ સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતર્યું. આ મિશન ખૂબ જ સફળ રહ્યું. તેમણે એમ પણ કહ્યું કે બાકીના પ્રોપેલન્ટનો ઉપયોગ કરવા અંગે તેમણે ઈસરોના ભૂતપૂર્વ ચેરમેન એસ સોમનાથ સાથે ચર્ચા કરી હતી. જોકે, ચંદ્રયાન-3 ના મોટાભાગના વૈજ્ઞાનિકોએ કહ્યું કે મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ હતો, જે પહેલાથી જ પૂર્ણ થઈ ગયો હતો.


આમ છતાં, સપ્ટેમ્બર 2023 માં વિક્રમના એન્જિન ફરીથી સક્રિય કરવામાં આવ્યા. આ પ્રયોગમાં, ઇસરોએ સાબિત કર્યું કે વિક્રમ લેન્ડર તેના એન્જિનને ફરીથી શરૂ કરી શકે છે અને આ તકનીકી ક્ષમતાનો ઉપયોગ પૃથ્વી પર પાછા ફરવા જેવા ભવિષ્યના મિશનમાં થઈ શકે છે. આ અણધાર્યો 'હોપ' પ્રયોગ દરેક માટે આશ્ચર્યજનક હતો, કારણ કે ઇસરોએ આ પ્રયોગ વિશે પહેલાં ક્યારેય વાત કરી ન હતી અને તે મૂળ મિશનનો ભાગ પણ નહોતો.


ચંદ્રયાન-૩ ની સફળતા અને વિક્રમ લેન્ડરના આ નવા પ્રયોગે ઈસરોને એક નવી દિશામાં લઈ ગયા છે. આ ટેકનોલોજીકલ પગલું ભવિષ્યમાં ચંદ્રથી પૃથ્વી પર પાછા ફરતા મિશન માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application