ચંદ્રયાન-3ને અવકાશના કાટમાળના ટુકડાઓથી બચાવવા માટે તેનું લોન્ચિંગ ચાર સેક્ધડ મોડું થયું હતું. જો વૈજ્ઞાનિકોએ ડહાપણ ન દાખવ્યું હોત અને ચાર સેક્ધડ રાહ ન જોઈ હોત તો ચંદ્રયાન-3 અવકાશના કાટમાળ સાથે અથડાઈને નષ્ટ થઈ ગયું હોત. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ કહ્યું કે અથડામણની શક્યતાને ટાળવા માટે રાહ જોવી જરૂરી હતી.
ચંદ્રયાન-3ના પ્રક્ષેપણમાં માત્ર ચાર સેક્ધડના વિલંબ સાથે, ચંદ્રયાન-3 એ કોઈ પણ પ્રકારના અથડામણના જોખમ વિના ચંદ્રની યાત્રા પૂર્ણ કરી. ઈન્ડિયન સિચ્યુએશનલ સ્પેસ અવેરનેસ રિપોર્ટ (ઇસાર) અનુસાર, ચંદ્રયાન-3 અવકાશયાનને લઈ જનાર રોકેટના લોન્ચમાં અથડામણ સંબંધિત મૂલ્યાંકનના આધારે ચાર સેક્ધડ રાહ જોવામાં આવી હતી.
યુરોપિયન સ્પેસ એજન્સીના જણાવ્યા મુજબ, 60 વર્ષથી વધુ અવકાશ ગતિવિધિઓના આધારે ભ્રમણકક્ષામાં લગભગ 56,450 કાટમાળના ટુકડાઓ ટ્રેક કરવામાં આવ્યા હતા. જેમાંથી લગભગ 28,160 અવકાશમાં છે. યુએસ સ્પેસ સર્વેલન્સ નેટવર્ક (યુએસએસએસએન) દ્વારા આને નિયમિતપણે ટ્રેક કરવામાં આવે છે.
અહેવાલ મુજબ, 2023 માં ઈસરો એ તેના ઉપગ્રહોને અવકાશના ભંગારથી થતા નુકસાનથી બચાવવા માટે અથડામણ ટાળવા ભ્રમણકક્ષામાં 23 ફેરફાર કરવા પડ્યા હતા, સુરક્ષિત અવકાશ કામગીરી સુનિશ્ચિત કરવા માટે, ઈસરો એ તેના ઉપગ્રહોને એસ્ટરોઇડ જેવા પયર્વિરણીય જોખમોથી બચાવવા માટે પગલાં લીધાં છે. તેમજ અવકાશી ભંગાર જોખમોનું મૂલ્યાંકન કરીને, ઇસાર -2023 રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. અહેવાલ જાહેર કરતાં ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે કહ્યું, અવકાશમાં જાગૃતિ જરૂરી છે. ઈસરોના જણાવ્યા મુજબ, 2 એપ્રિલ, 2024ના રોજ ઈસરો સિસ્ટમ ફોર સેફ એન્ડ સસ્ટેનેબલ સ્પેસ ઓપરેશન્સ મેનેજમેન્ટ દ્વારા અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. 2023નો ડેટા અવકાશમાં વધતા જતા કાટમાળને દર્શવે છે.
ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-3ને 14 જુલાઈ 2023ના રોજ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. 23 ઓગસ્ટ, 2023 ના રોજ, ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પ્રદેશની નજીક ચંદ્રયાન-3 લેન્ડર વિક્રમનું સોફ્ટ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચ્યો હતો.
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત પહેલો દેશ બન્યો છે. ઇસાર -2023 રિપોર્ટ અનુસાર, સ્પેસ કાટમાળ સાથે અથડામણ ટાળવા માટે ઈસરોએ ગયા વર્ષે 30 જુલાઈના રોજ પીએસએલવી સી56 મિશન પર સિંગાપોરના ડીએસ-એસએઆર સેટેલાઈટના પ્રક્ષેપણમાં એક મિનિટ વિલંબ કરવો પડ્યો હતો. એ જ રીતે ગયા વર્ષે 24 એપ્રિલે સિંગાપોરના અન્ય ઉપગ્રહ ટેલિઓસ-2ના પ્રક્ષેપણમાં એક મિનિટ મોડું થવું પડ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech