સમગ્ર રાજ્યમાં વધી રહેલા ચાંદિપુરાના કેસમાં મોતની સંખ્યાની સો લક્ષણો ધરાવતા બાળકોની સંખ્યા અને તેના આધારે તા રિપોર્ટ પણ પોઝિટિવ આવી રહ્યા છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વધુ બે શંકાસ્પદ કેસ મળ્યા છે. ગઈકાલે ગોંડના ત્રણ વર્ષના બાળકને અને મોડી રાત્રે લોધિકાના નવ વર્ષના બાળકને ઝનાના હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ રાજકોટની ઝનાના હોસ્પિટલ-સિવિલમાં સારવાર દરમિયાન અત્યાર સુધીમાં ૭ બાળકોના મોત યા છે. ગઈકાલે ગોંડલની સાત મહિનાની બાળકીને ત્રણેક દિવસની સઘન સારવાર બાદ સ્વસ્ બનતા રજા આપવામાં આવી હતી. ગઈકાલે ગોંડલી ત્રણ વર્ષના બાળકને ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવનાર છે એ બાળકને પાંચેક દિવસી સામાન્ય તાવ રહેતો હતો અને સારવાર માટે ગોંડલની પ્રાઇવેટ હોસ્પિટલમાં જતા ત્યાં પ્રામિક સારવાર આપવામાં આવી હતી અને ત્યાંી રાજકોટ ખસેડવામાં આવ્યું હતું. જયારે લોધીકાનું નવ વર્ષના બાળકનો પરિવાર મધ્યપ્રદેશનો વતની છે અને દશેક દિવસ પહેલા જ ખેત મજૂરી કામ માટે આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજ્યની વાત કરીએ તો ગત સાંજે ૬ વાગ્યા સુધીમાં ચાંદિપુરા વાયરલ એન્કેફેલાઇટીસના કેસ અને મૃત્યુની જિલ્લા વાર વિગત જોઈએ તો રાજ્યમાં કુલ ૧૨૭ કેસો શંકાસ્પદ છે જેમાંી ૩૯ પોઝિટિવ છે.અને ૪૮ બાળકોના મોત નિપજ્યા છે. હાલની સ્િિતએ ૪૨ દર્દીઓ દાખલ છે જયારે ૩૭ ને રજા આપવામાં આવી છે.
હાલમાં ચાંદીપુરા વાઇરસના કેસ રાજકોટ જિલ્લામાં નોંધાયા છે. ચાંદીપુરા વાઇરસ એ સેંડ ફ્લાય નામની માખીી ફેલાય છે.આ રોગની અટકાયત માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દૃવારા દરેક ગામોમાં સર્વેલન્સ કરવામાં આવી રહયુ છે. આરોગ્ય કર્મચારીઓ અને આશા વર્કર દૃવારા દરેક ઘરોની મુલાકાત લઇ આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહયુ છે. તેમજ દરેક શાળાઓમાં બાળકો અને વાલીઓને આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સોસ્યલ મીડીયા જેવા કે વોટ્સઅપ ગ્રુપ, ટ્વીટર, ફેસબુક, અને ઈંસ્ટાગ્રામના માધ્યમી લોકોને જાગ્રુત કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ચાંદીપુરા વાયરસના રોગની અટકાયત માટે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આલ્ફા સાયફર મે્રીન ૫% નો આઈઆરએસ સ્પ્રેનો છંટકાવ તેમજ મેલેીયોનનું ડસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વાડી વિસ્તાર, ઝુંપડ્પટ્ટી વિસ્તારના કાચા ઘરોમાં તેમજ સ્કુલો અને આંગણવાડીઓમાં પણ છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
આ વાઇરલ ઇંફેક્શનનો પ્રમ કિસ્સો ૧૯૬૫માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરા ગામે નોંધાયો હતો જેી તે ચાંદીપુરા વાઇરસ તરીકે ઓળખાય છે. ગુજરાતમાં મુખ્યત્વે મધ્યગુજરાતના જિલ્લાઓ વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, અને મહીસાગર જિલ્લાઓમાં ચાંદી પુરા વાઇરસના કેસો નોધાયા છે. ચાંદી પુરા વાઇરસના ફેલાવા માટે સેંડ ફ્લાય વાહક જવાબદાર છે. ૯ માસી લઇને ૧૪ વર્ષ સુધીના બાળકોને ચાંદીપુરા વાઇરસનું ઇંફેક્શન લાગી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech