ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઇબ્રિડ મોડલમાં જ કરવામાં આવશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી ) એ નિષ્કર્ષ પર પહોંચી છે કે ટૂર્નામેન્ટનું આયોજન હાઇબ્રિડ મોડલમાં જ કરવામાં આવશે. યારે, ભારત તેની તમામ મેચ દુબઈમાં રમશે. આઈસીસીના ટોચના સૂત્રએ ગઈકાલે આ માહિતી આપી. દુબઈમાં તેના હેડકવાર્ટર ખાતે નવા ચેરમેન જય શાહ અને પાકિસ્તાન બોર્ડ ઓફ ડિરેકટર્સ વચ્ચેની અનૌપચારિક બેઠક દરમિયાન અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું. તમામ પક્ષો સૈદ્ધાંતિક રીતે સંમત થયા છે કે ૨૦૨૫ની ચેમ્પિયન્સ ટ્રોફી યુએઆઈ અને પાકિસ્તાનમાં યોજાશે. ભારત તેની મેચ દુબઈમાં રમશે.
ચેમ્પિયન્સ ટ્રોફી આવતા વર્ષે ફેબ્રુઆરી–માર્ચમાં યોજાશે. પાકિસ્તાને ગયા અઠવાડિયે આઈસીસીની બેઠકમાં ટુર્નામેન્ટ બહિષ્કારની ધમકી પાછી ખેંચીને હાઇબ્રિડ મોડલ માટે સંમતિ દર્શાવી હતી અને ૨૦૩૧ સુધીમાં પોતાના માટે સમાન વ્યવસ્થાની માંગ કરી હતી. જો કે, આઈસીસી ૨૦૨૭ સુધી તેની તમામ ટુર્નામેન્ટ માટે હાઇબ્રિડ મોડલ માટે સંમત છે. દરમિયાન, ભારત આવતા વર્ષે ઓકટોબરમાં મહિલા ઓડીઆઈ વલ્ર્ડ કપ અને શ્રીલંકા સાથે સંયુકત રીતે ૨૦૨૬ મેન્સ ટી– ૨૦ વલ્ર્ડ કપની યજમાની કરશે.જો હાઇબ્રિડ મોડલ અમલમાં ન આવ્યું હોત તો પણ પાકિસ્તાનને ૨૦૨૬માં ભારતની મુલાકાત લેવાની ફરજ પડી ન હોત. સૂત્રએ જણાવ્યું કે, પાકિસ્તાન ૨૦૨૬ના મેન્સ ટી૨૦ વલ્ર્ડ કપ દરમિયાન શ્રીલંકામાં તેની મેચ રમશે. હાઇબ્રિડ મોડલમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવાને કારણે પીસીબી દ્રારા માંગવામાં આવેલ વળતર હજુ પણ વિચારણા હેઠળ છે.
ચેમ્પિયન્સ ટ્રોફીનું શિડુલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. તેનું સૌથી મોટું કારણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ મડાગાંઠ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ પહેલાથી જ આઈસીસીને જાણ કરી દીધી હતી કે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. પાકિસ્તાન કોઈપણ કિંમતે હાઇબ્રિડ મોડલ માટે સંમત થવા તૈયાર ન હતું. ત્યારે ગયા અઠવાડિયે આઈસીસીની બેઠકમાં, પાકિસ્તાને હાઇબ્રિડ મોડલને નકારવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ આઈસીસી એ તેને અલ્ટીમેટમ આપ્યું હતું. આ પછી પાકિસ્તાને ઝુકવું પડું અને આઈસીસીની સૂચનાઓ સ્વીકારવી પડી. હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ક્રિકેટની વૈશ્વિક સંસ્થા ટૂંક સમયમાં આગામી ટુર્નામેન્ટના શેડૂલની જાહેરાત કરી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોજીંદા જીવનમાં વપરાતી આ તમામ દવાઓ પર આ વર્ષે લાગ્યો પ્રતિબંધ
December 11, 2024 05:51 PMજાણો શિયાળામાં દેશી ઘીથી માલિશ કરવાના અદ્ભુત ફાયદા
December 11, 2024 05:43 PMપુષ્પા 2 જોવા ગયેલા યુવકનો શો પૂરો થયાં બાદ થિયેટર માંથી મળ્યો મૃતદેહ
December 11, 2024 05:13 PMઆ જાપાની ડ્રિંકને યુનેસ્કો કલ્ચરલ હેરિટેજનો દરજ્જો મળ્યો, શું જાણો છો તેના ફાયદા?
December 11, 2024 04:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech