જામ્યુકો દ્વારા કોમર્શીયલ પ્રોપર્ટી વેરાના વધારા સામે ચેમ્બર દ્વારા કરાયો વિરોધ

  • July 14, 2023 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉદ્યોગકારો તથા વેપારીઓ તરફથી ઉગ્ર આક્રોશ સાથે વધારો પરત ખેંચવા રજુઆત

તાજેતરમાં એટલેકે તા.૧૦ જુલાઇ ૨૦૨૩થી જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૩-૨૪ માટે મિલકત વેરો (એડવાન્સ ટેકસ) ભરવા રિબેટ યોજના પ્રસિદ્ધ કરવામાં આવેલ જેના અનુસંધાને વ્વસાયિકો તથા રહેણાંક ધરાવતા મિલકત ધારકોએ રિબેટ યોજનાનો લાભ લઇ વેરો ભરવા જતાં ઘ્યાનમાં આવેલ કે ચાલુ એટલેકે ૨૩-૨૪ ના વર્ષ માટે ભરવા પાત્ર વેરામાં  અંદાજે ૧૫૦ થી ૪૦૦ ટકા જેટલો વધારો લાદવામાં આવેલ છે.
આ અંગે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ.ને તેમના સભ્યો ઉદ્યોગકારો તથા વેપારીઓ તરફથી ઉગ્ર આક્રોશ સાથે રજુઆતો મળેલ છે.
આ બાબતે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એનડ ઇન્ડ.ના પ્રમુખ બિપેન્જદ્રસિંહ સી. જાડેજાએ જામનગર મહાનગરપાલિકાના સન્માનિય મેયર તથા સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ની રુબરુ મુલાકાત લઇ આ રીતે અચાનક અને એક સાથે મિલ્કત ધારકો ઉપર અલગ અલગ રીતનો કોઇ તાર્કિક ગણતરીઓ વગરનો આટલો મોટો વધારો કરવાથી વેપારીઓ ઉદ્યોગકારો તેમજ નાના નાના વેપારીઓ અને ઓફિસ ધરાવતાલોકો ઉપર અચાનક આટલી મોટી રકમનો બોજો આવતા તેઓની મુશ્કેલીમાં મુકાઇ ગયેલ છે. જામનગર મહાનગરપાલિકાના આ નિર્ણયથી જામનગરની પ્રજા ઉપર અંદાજે ૩૦ થી ૩૫ કરોડનો બોજો આવે તેવી શકયતા છે આથી આવો એકસાથે કરવામાં આવેલ વધારો તાત્કાલિક અસરથી પરત ખેંચવા ઉગ્ર રજુઆત કરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application