રેસકોર્સ આર્ટ ગેલેરી બિલ્ડિંગનું કામ ઝડપથી પૂર્ણ કરવા ચેરમેન જયમીન ઠાકરનો આદેશ

  • October 21, 2024 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકા દ્રારા આજ રોજ રેસકોર્ષ સંકુલ ખાતે શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીના નિર્માણાધિન બિલ્ડીંગની કામગીરી અન્વયે મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ દ્રારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી, આ તકે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર દ્રારા નવા બિલ્ડીંગનું કામ ઝડપથી પૂર્ણ કરવા આદેશ કરાયો હતો
શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરીના નવા બિલ્ડીંગના બાંધકામનું ક્ષેત્રફળ ૯૭૬ ચો.મી. રહેશે જેમાં ગ્રાઉન્ડ લોર પર મલ્ટીપર્પઝ ગેલેરી, એકઝીબીશન હોલ, સ્ટોરમ, ટોઇલેટ બ્લોક, વોટરમ, ઇલેકટ્રીકમ, લીફટ તથા અન્ય બે ગેલેરી તેમજ ફસ્ટ ફલોર પર બે ગેલેરીનો સમાવેશ થાય છે. રેસકોર્ષ સંકુલમાં શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરીનાં નવનિર્મિત બિલ્ડીંગનું કામ થવાથી રાજકોટનાં તથા આસપાસનાં શહેરનાં આર્ટીસ્ટને તેમની કલાનાં પ્રદર્શન માટે એક સુંદર પ્લેટફોર્મ મળી રહેશે., આ ઉપરાંત હસ્તકલા, પેઇન્ટીંગ તથા અન્ય પ્રદર્શનો થઇ શકશે., દર વર્ષે આર્ટ ગેલેરીનો અંદાજીત ૧.૦૦ લાખથી વધુ લોકો લાભ મળી રહેશે.
ઉપરોકત સ્થળ મુલાકાત વેળાએ મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સિટી એન્જીનિયર અતુલ રાવલ, ડેપ્યુટી એન્જીનિયર હેમેન્દ્ર કોટક, એડી.આસી. એન્જીનિયર મહેશ પ્રજાપતિ, મેનેજર અને પી.એસ.ટુ મેયર વી.ડી.ઘોણીયા, મેનેજર કૌશિક ઉનાવા તેમજ એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્થળ મુલાકાત દરમ્યાન પદાધિકારીઓએ લગત અધિકારીઓને તથા એજન્સીઓને નિર્માણાધિન કામગીરી સત્વરે પૂર્ણ કરવા, આર્ટ ગેલેરીના બિલ્ડીંગ ફરતે દિવાલ કરવા સુચના આપવામાં આવી તેમજ ચાલુ કામગીરીની સ્થળ મુલાકાત કરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application