હિન્દી કવયિત્રી મહાદેવી વર્માજીનો જન્મ ૨૬ માર્ચ, ૧૯૦૭ ના રોજ ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદમાં થયો હતો. તેમની જન્મજયંતીના અવસરે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે ભાવનગર ડિવીઝનના સીનીયર ડીસીએમ માશૂક અહેમદે જણાવ્યું હતું કે આ પ્રસંગે ૧૦ કર્મચારીઓએ મહાદેવી વર્મા જીના જીવન પર આધારિત ચર્ચામાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ સાથે મહાદેવી વર્મા જીની જીવન યાત્રા પર આધારિત ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. સાચો જવાબ આપનારને સ્થળ પર ઈનામ આપવામાં આવ્યું હતું.
ચર્ચાના વક્તાઓને અધિક ડિવિઝનલ રેલ્વે મેનેજર હિમાઁશુ શર્માના હસ્તે સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર હિમાઁશુ શર્માએ તમામ વક્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર હિમાઁશુ શર્માએ આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ રાજભાષા વિભાગની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો યોજવા જોઈએ જેથી વધુને વધુ અધિકારીઓ અને કર્મચારીઓને રાજભાષા હિન્દીમાં કામ કરવાની પ્રેરણા અને પ્રોત્સાહન મળે અને પુસ્તક વાંચનમાં દરેકનો રસ વધે.
ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારના માર્ગદર્શન હેઠળ અને એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર હિમાઁશુ શર્માના સક્ષમ નેતૃત્વ હેઠળ, રાજભાષા વિભાગ વિવિધ પ્રવૃત્તિઓનું સફળતાપૂર્વક આયોજન કરી રહ્યું છે. જેના કારણે સમગ્ર ભાવનગર મંડળમાં રાજભાષાના પ્રચાર-પ્રસારમાં નોંધપાત્ર વધારો થયો છે.
રાજભાષા અધિકારી રામપ્રીત મૌર્યએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે વરિષ્ઠ અનુવાદક પરેશ બી. મજીઠીયા અને સંજીવ કુમાર ઝા, જુનિયર અનુવાદક નરપત સિંહે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ અનુવાદક પરેશ બી. મજીઠીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોઢવાડા ખાતે ધાર્મિક કાર્યક્રમમાં ધારાસભ્યએ આપી ખાસ હાજરી
May 13, 2025 02:56 PMતાંત્રિકે કહ્યું આ સફેદ જિનનું બાળક છે, માતાએ બે વર્ષના પુત્રને ગટરમાં ફેંકી દીધો
May 13, 2025 02:55 PMખૂની હુમલાના કેસમાં આજીવન કેદના હુકમ સામેની અપીલમાં ભરત કુગશિયાના જામીન મંજૂર
May 13, 2025 02:46 PMપતિને અન્ય મહિલા સાથે વાત નહીં કરવાનું સમજાવતા છરી બતાવી મારી નાખવાની ધમકી
May 13, 2025 02:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech