જામનગરમાં ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ દ્વારા શરદ પુનમની ઉજવણી

  • November 04, 2023 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી દિવસોમાં વાડીમાં નવું બાંધકામ કરવા સંસ્થા દ્વારા નિર્ધાર કરાયો

જામનગરમાં ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ દ્વારા ઉજાશના પર્વ શરદ પુર્ણિમાને તા.૨૯-૧૦-૨૩ના રોજ હરિદ્વાર યાત્રાની બચત રકમ તથા દાતાઓના સહયોગથી નિર્માણ થયેલ હરિદ્વાર ખંડ જ્ઞાતિને અર્પણ કરવા તથા માતાજીની આરાધના સાથે રાસોત્સવ તેમજ સમુહ પ્રસાદનું ત્રિવેણી આયોજન જ્ઞાતિની વાડી શાંતાવાડી ખાતે આયોજન કરવામાં આવેલ હતું, જેમાં વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતાં.
આ કાર્યક્રમની શરુઆતમાં જ્ઞાતિ મંડળના હોદેદારો, વડીલો તથા જ્ઞાતિજનો દ્વારા દીપ પ્રાગટય તથા ખરડેશ્ર્વર દાદા તથા માતાજીની વંદના સાથે શરુ કરવામાં આવેલ હતું, ત્યારબાદ મંત્રી દિનેશભાઇ દવે તરફથી સૌને આવકારીને નવનિર્મિત હરિદ્વાર ખંડ મુખ્ય દાતા રમેશભાઇ મુળશંકર ઠાકર ભાગવત સપ્તાહના આયોજકો દીલીપભાઇ વ્યાસ, દિનેશભાઇ દવે, હરીશભાઇ ઠાકર, રાજેન્દ્રભાઇ વ્યાસ તથા કેતનભાઇ વ્યાસના હસ્તે મંત્રોચ્ચાર પુજા અર્ચન સાથે જ્ઞાતિને અર્પણ કરવામાં આવેલ હતો. જ્ઞાતિની સુવિધામાં વધારો થવાના આ નિર્માણને નિહાળીનેસૌ જ્ઞાતિજનો તરફથી જ્ઞાતિ મંડળની સરાહના કરવામાં આવેલ હતી. જે પછી જ્ઞાતિની એકતા સમાજ રાસોત્સવનો આનંદ બાળકોથી માંડીને વયોવૃદ્ધ જ્ઞાતિજનો દ્વારા આનંદ ઉઠાવવામાં આવેલ હતો, જે દરમ્યાન દેશભકિતના ગીતો ઉપર પણ જ્ઞાતિના યુવાનો દ્વારા રાસ સ્વરુપે પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમ્યાન પ્રમુખ દીલીપભાઇ વ્યાસ દ્વારા જ્ઞાતિની વાડીના ઉપરના ભાગે અંદાજે ૩૫૦૦ ફૂટ બાંધકામ કરવાથી જ્ઞાતિની વાડી અદ્યતન રુપે તૈયાર થઇ શકે તેમ હોવાનું અને તમામ સુવિધાઓ સાથે અન્ય વાડીઓની હરોળમાં આવવાથી આગામી સમયમાં કોઇ પણ જ્ઞાતિજનને અન્ય વ્યવસ્થા કરવાની જરુરિયાત રહેતી નહિં હોવાનું, જેનું અંદાજીત ખર્ચ રુા. ૩૫ લાખ જેટલું થનાર હોવાનું જણાવતાં જ્ઞાતિના ખજાનચી હરીશભાઇ ઠાકર તરફથી જ્ઞાતિની હાલની નાણાંકીય સ્થિતિની જાણકારી આપવામાં આવ્યા પછી ઉપસ્થિત સૌ જ્ઞાતિજનોએ સંપૂર્ણ સહકાર આપવાની તૈયારી દર્શાવેલ હતી, જે પ્રસંગે જ્ઞાતિના હોદેદારો અને જ્ઞાતિજનો દ્વારા દિવાળી પછી કાર્યનો શુભારંભ કરીને આગામી એક વર્ષની અંદર જ્ઞાતિની વાડીનું કામ પુર્ણ કરવા નિર્ધાર લેવામાં આવેલ હતો. જેના અનુસંધાને હોદેદારો દ્વારા આ કાર્ય માટે દાતાઓ તથા જ્ઞાતિજનોને સહયોગ આપવા અને મિત્રો શુભેચ્છકોને પણ અનુદાન આપવા પ્રેરિત કરવા અપીલ કરવામાં આવેલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application