ભોઇજ્ઞાતિ યુવક મંડળ રાત્રિશાળાના ૯૫માં વાર્ષિક મહોત્સવની ઉજવણી

  • January 08, 2024 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભોઇજ્ઞાતિ યુવક મંડળ રાત્રિશાળા જામનગર દ્વારા દર વર્ષેની જેમ આવ વર્ષ પણ ધામ ધુમ થી ઉજવણી કરવામાં આવતી હતી જેમાં તારીખ ૩૦-૧૨-૨૦૨૩ થી તારીખ ૫-૧-૨૦૨૪ દરમ્યાન અલગ અલગ ૧૫ જેટલી યુવાનો મહિલાઓ અને બાળકો માટે સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.
જેમાં દોડ,રસાખેંચ, વેઇટ લિફ્ટિંગ, સુલેખન નિબંધ સામાન્ય જ્ઞાન, એક મિનિટ ગેમ્સ, લિબુચમચી,મ્યુઝીલ ફેન્સી ડ્રેસ,અને વકૃત્વ જેવી ઘણી બધી સ્પર્ધાઓ બાળકોનું ઉત્કર્ષ અને આત્મવિશ્વાસ વધારવા માટે યોજાઇ હતી.
જેમાં તારીખ ૫-૧-૨૦૨૪ ના રોજ જામનગરના પ્રથમ નાગરિક મેયર વિનોદભાઈ ખીમસુરીયા,ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા,સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ તેમજ વોર્ડ નંબર ૧૦ ના નગરસેકો અને ભોઈજ્ઞાતિના અગ્રણીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો.
જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન દરમિયાન સનાતન ધર્મનું,અને હિન્દુ સંસ્કૃતિ સિંચન કરતા વાલીઓ એ બાળકો ને અદભુત રીતે ત્યાર કરી ફેન્સી ડ્રેસ ના વેસ ધારણ કરાવ્યા હતા જેમાં ભગવાન કૃષ્ણ, ભગવાન રામ,ભક્ત હનુમાન અને ભગવાન વિષ્ણુની આબેહુ પ્રતિકૃતિઓ અલગ અલગ અસંખ્ય અવતારો બાળ સ્વરૂપે સ્ટેજ ઉપર પર્ફોર્મન્સ આપવા ઉત્સાહભેર પહોંચ્યા હતા.
આમ નાના નાના બાળકો દ્વારા પર્યાવરણ અને લોક જાગૃતતા માટે વકૃત્વ સ્પર્ધામાં સ્પીચ અપાઈ હતી ત્યારે સમગ્ર કાર્યક્રમને ચાર ચાંદ લગાવતા રાત્રી શાળાના બાળકો દ્વારા ડંબેલ્સ લેઝીમ પેટી અને સંતશ્રી ખેતાભગતના જીવતા સમાધિ લીધા નું લાઈવ   સ્ટેજ પરફોર્મન્સ (નાટક) યોજવામાં આવ્યું હતું.
જ્યારે તમામ સ્પર્ધાઓ માટે નિર્ણાયકો દ્વારા વિશેષ સેવાઓ આપવામાં આવી હતી જેમાં સુનીતાબેન પરમાર,સુરેશભાઈ વારા,સુરેશભાઈ કુંભારાણા હિતાર્થ ભાઈ વારા, મિતેષ સર,રિદ્ધિ બેન પટેલ અને મયક સર દ્વારા નિર્ણય તરીકેની નિષ્પક્ષ અને કોઈ ભેદભાવ વગર સુંદર મજાના નિર્ણયો કરી વિજેતાઓ જાહેર કરાયા હતા.
જ્ઞાતિના અગ્રણીઓ અને આમંત્રિત મહેમાનો અને વડીલો દ્વારા ઉપરોક્ત તમામ સ્પર્ધાના વિજેતાઓને પ્રોત્સાહન સ્વરુપ ગિફ્ટ આપી સન્માનિત કરાયા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સહમંત્રી મિતેષ એસ.દાઉડીયા, કર્યું હતું જ્યારે કાર્યક્રમ ને સફળ બનાવવા સમગ્ર રાત્રીશાળાની ટીમ અને બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application