રોજિંદા જીવનમાં વાહનનો ઉપયોગ કરતા વાહનચાલકો માટે એક મહત્વના સમાચાર છે. વ્યવસ્થાને સુધારવા અને માર્ગ અકસ્માતો અટકાવવા માટે હવે નિયમો કડક બનાવવામાં આવ્યા છે.
વાહન ચલાવતી વખતે ભૂલ અથવા લાપરવાહી પણ ખિસ્સા પર ભારે પડી શકે છે, કારણ કે નિયમ ભંગ બદલ હવે રૂ.
10,000 સુધીનું મેમો ફાટી શકે છે.હવે ડિજિટલ કેમેરા અને ઓનલાઇન મોનિટરિંગ સિસ્ટમ સક્રિય હોવાથી ટ્રાફિક પોલીસથી બચીને નીકળવું અશક્ય બન્યું છે.
ટ્રાફિક નિયમો
ડોક્યુમેન્ટ્સ અને સુરક્ષાનો અભાવ
હેલ્મેટ વિના વાહન ચલાવવું, ક્વોલિટી વગરનું નું હેલ્મેટ પહેરવું, વેલિડ ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોવું, વીમો (ઇન્સ્યોરન્સ) કે ગાડીનું રજીસ્ટ્રેશન પૂરું થઈ ગયું હોવું.
પ્રદૂષણ અને સાયલેન્સર
પીયુસી (PUC) સર્ટિફિકેટ ન હોવું અથવા મોડિફાઇડ (વધુ અવાજ કરતા) સાયલેન્સર લગાવવા.
ખોટી નંબર પ્લેટ
નિયમોની વિરુદ્ધ જઈને ફેન્સી કે ખોટી રીતે નંબર પ્લેટ લગાવવી.
જોખમી ડ્રાઇવિંગ
રસ્તા પર સ્ટંટ કરવા, ઓવરસ્પીડિંગ કે વાંકાચૂકા વાહન ચલાવવું. આ ભૂલો બદલ લાયસન્સ પણ રદ થઈ શકે છે.
અન્ય નિયમો
બાઇક પર ત્રણ સવારી બેસાડવી ,ચાલુ બાઇકે મોબાઇલ પર વાત કરવી અને રેડ લાઇટ ક્રોસ કરવી.તમામ વાહનચાલકોને વિનંતી છે કે તેઓ દંડથી બચવા અને પોતાની સુરક્ષા માટે હંમેશા હેલ્મેટ પહેરે, નિર્ધારિત લિમિટમાં જ વાહન ચલાવે અને ગાડીના તમામ દસ્તાવેજો સમયસર અપડેટ રાખે.