ધ્રોલમાં મુખ્ય માર્ગ પર ઢોરના અડીંગા: એસ.ટી. સામેના રોડ પર વાહન ચલાવવા ચેલેન્જ

  • July 30, 2024 11:06 AM 

આમ તો જામનગર શહેર અને જિલ્લાભરમાં ખાસ કરીને વરસાદી મોસમમાં ઢોરના ઢગલા મુખ્ય માર્ગો પર અને ચોકમાં જોવા મળે છે અને વખત અકસ્માતો સર્જાયો હોવા છતાં શહેરમાં મહાનગરપાલિકાનું તંત્ર અને તાલુકા વિસ્તારના મહાનગરપાલિકાના તંત્રવાહકો ઢોરના ત્રાસને દૂર કરવામાં સફળ થઇ શક્યા નથી, ઉપરોક્ત તસ્વીરો કોઇ અંદરના વિસ્તારના નથી, પરંતુ જામનગર-રાજકોટ હાઇવે પરના ધ્રોલની એસ.ટી. રોડના મુખ્ય એવા માર્ગની તસ્વીર છે, જ્યાં ઢોરના એટલા બધા ઢગલા હોય છે કે, ક્યાંથી વાહન ચલાવવા ? મોટી ચેલેન્જ સમાન બની રહે છે, જામનગરથી રાજકોટ જતાં કે પછી રાજકોટથી જામનગર આવતા વાહનચાલકોને આ કડવા અનુભવો થઇ રહ્યા છે, નરી આંખે જોઇ શકાય એ રીતે વાહનોને ચાલવામાં ભારે મુશ્કેલી પડી રહી છે, છતાં તંત્રને દેખાતું નહીં હોવાથી એવો ભય છે કે, ગમે ત્યારે ધ્રોલના આ મુખ્ય હાઇવે પર ઢોરના કારણે જીવલેણ અકસ્માત સર્જાઇ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application