માર્ગો પર વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમપી ઢોરનો ત્રાસ યથાવત

  • November 15, 2024 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં જાહેર માર્ગો પર ઢોરનો ત્રાસ્ત દુર થતો નથી. ઢોરને પુરવા માટે મહાપાલિકા દ્વારા  ચાર ડબ્બા બનાવ્યા છે. અને દાવો કરે છે કે, રોજના ૮થી ૧૦ ઢોર પકડવામાં આવે છે. હકીકતે રોડ પર હજુ પણમાર્ગો પર અડિંગો જમાવી બેઠેલા  ઢોર વાહન ચાલકો માટે જોખમી બની રહ્યા છે. મહાપાલિકાની ટીમ  ઢોર પકડી રહી છે, પરંતુ એજન્સી કોઈ તૈયાર થતી નથી. ઢોર માટેના આકરા નિયમો પણ (કાગળ પર) બનાવ્યા છે.  તેની અમલવારી થતી નથી. ત્રણ-ચાર દિવસ પૂર્વે શહેરના વડવા વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરી કર્યા  બાદ મહાપાલિકા તંત્રએ જાણે સંતોષ માની લીધો હોય તેમ ઢોર પકડવાની કામગીરી ઠપ્પ થઇ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application