રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્રારા હાથ ધરાયેલી ઢોરના રજિસ્ટ્રેશન અને ટેગિંગની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઇ હોવાનું અને આજ દિવસ સુધીમાં શહેરમાં પાલતુ પશુઓની કુલ સંખ્યા ૯૦૦૦ નોંધાયાનું એનિમલ ન્યુસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટના વેટરનરી ઓફિસર ડો.ભાવેશ જાકાસણીયાએ જણાવ્યું હતું. અલબત્ત ખરીદ વેંચાણ થાય તેમ સંખ્યામાં વધ ઘટ થતી રહે તેવું બને પણ હવે શહેરમાં એક પણ ઢોર રજિસ્ટર્ડ ન હોય કે ટેગ ન હોય તેની વિશેષ તકેદારી લેવાઇ રહી છે તેમ તેમણે ઉમેયુ હતું.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે અગાઉની તુલનાએ જાન્યુઆરી–૨૦૨૪થી નવા કડક નિયમો અમલી કર્યા પછીથી રખડું ઢોરની ફરિયાદોનું પ્રમાણ ઘટું છે, અગાઉ દરરોજ ૬૦ થી ૭૦ ફરિયાદો રહેતી, હાલ ફકત ૧૦ થી ૨૦ ફરિયાદ નોંધાઇ છે. મોટામવામાં નવી એનિમલ હોસ્ટેલનું કામ શ થઇ ગયું છે. રાજમાર્ગેા ઉપર હવે રખડું ઢોરનું પ્રમાણ નહીંવત્ જેવું થઇ ગયું છે, જો કે અમુક શેરીઓ ગલીઓમાં માલિકીની જગ્યામાં હજુ અમુક ઢોર છે. શહેરના મોટાભાગના પશુપાલકોએ કે જેમની પાસે પોતાના ઢોર રાખવા માટે માલિકીની જગ્યા ઉપલબ્ધ નથી તેવા પશુમાલિકોએ તેમના ઢોર મહાનગરપાલિકાની કોઠારિયા, રોણકી, રૈયાધાર અને મવડીની એનિમલ હોસ્ટેલમાં રાખતા હવે આ ચારેય એનિમલ હોસ્ટેલ હાઉસ ફલ થઇ ગઇ છે. બીજી બાજુ ઢોર ડબ્બામાં ખૂબ મર્યાદિત સંખ્યા કેમકે હવે રખડું ઢોર ઓછા હોય ડ્રાઇવ દરમિયાન ઢોર જ થવાનું પ્રમાણ ઘટું છે
રખડુ કૂતરાની વસતી ગણતરી આચાર સંહિતામાં અટવાઇ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેારેશન આગામી એપ્રિલ માસથી પાલતુ ડોગનું રજિસ્ટ્રેશન શ કરનાર છે, દરમિયાન આ અંગે રાજકોટ મહાનગરપાલિકામાં પૂછપરછ કરતા રાજકોટમાં હાલ આવી કોઇ વિચારણા નહીં હોવાનું મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું. થોડા સમય પૂર્વે રાજકોટ શહેરમાં રખડું કુતરાની વસતી ગણતરી કરવાની જાહેરાત કરાઇ હતી, દરખાસ્ત મંજુર કરી કોન્ટ્રાકટ પણ આપી દેવાયો હતો પરંતુ એગ્રીમેન્ટ થાય કે વર્ક ઓર્ડર અપાય તે પૂર્વે લોકસભા ચૂંટણીની આચારસંહિતા અમલી થઇ જતા હવે આ કામગીરી પણ આચારસંહિતમાં અટવાઇ ગઇ છે. ચૂંટણી પૂર્ણ થયે કામગીરી શ થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech