રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર નીલ સિટી કલબમાં સ્કાય કોન્ડો મિલેનિયમમાં રહેતા અમિત કેટરર્સના સંચાલકે કેટરીંગ કામ કરનાર મૂળ દિલ્હીની વતની અને હાલ ચારેક વર્ષથી રાજકોટમાં રહેતી યુવતીને લની લાલચ આપી અલગ–અલગ હોટલમાં લઈ જઈ તેના પર દુષ્કર્મ આચયુ હતું. બાદમાં આરોપીએ યુવતી સાથે લ ન કરી તેને ધમકી આપી નોટરી સમક્ષ સમાધાન લખાણમાં બળજબરીથી સહી કરાવી લીધી હતી.. જે અંગે યુવતીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સંચાલક સામે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ દિલ્હીની વતની અને હાલ રાજકોટમાં રહેતી ૩૧ વર્ષીય યુવતીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નીલ સીટી કલબ સ્કાય કોન્ડો મિલેનિયમ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના ગેટ પાસે રહેતા અમિત ભગવાનજીભાઈ ભાલોડીયાનું નામ આપ્યું છે.
યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે વર્ષ ૨૦૨૧ રાજકોટ કામની તલાશમાં આવી હતી અને અહીં તેનો પરિચય રાજેશ નામના વ્યકિત સાથે થયો હતો બાદમાં તે તેની સાથે કેટરિંગ કામમાં જોડાઈ હતી એક વર્ષ સુધી તેની સાથે કેટરીંગનું કામ કર્યા બાદ તેનો પરિચય આરોપી અમિત ભાલોડીયા સાથે થયો હતો. આરોપી અમિત કેટરર્સ ચલાવતો હોય તેણે તેને નોકરી પર રાખી હતી. બાદમાં બંને વચ્ચે પરિચય વધુ ગાઢ બન્યો હતો આ દરમિયાન આરોપી અમિતે ફરિયાદીને કહ્યું હતું કે, મારે મારી પત્ની સાથે માથાકૂટો ચાલે છે તેની સાથે છૂટાછેડા થયા બાદ હત્પં તારી સાથે લ કરી લઈશ. આવા વાયદાઓ આપી ફરિયાદીને અવારનવાર લીમડા ચોક પાસે આવેલી કે રોઝ હોટલ તથા અન્ય હોટલમાં લઈ જઈ શરીર સંબધં બાંધ્યો હતો. આરોપીએ આજદિન સુધી લ ન કરતા ફરિયાદી આ બાબતે તેને કહેતા તે કોઈ જવાબ આપતો નહોતો. બાદમાં ફરિયાદીને ધમકી આપી નોટરી સમક્ષ સમાધાનના લખાણમાં બળજબરીપૂર્વક ફરિયાદીની સહી કરાવી લીધી હતી. જેથી અંતે યુવતીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી અમિત ભાલોડિયા સામે આઇપીસીની કલમ ૩૭૬(૨) (એન) અને (૫૦૬)(૨) મુજબ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી. બનાવવા અંગે વધુ તપાસ પીઆઇ કે.એસ.દેસાઈ ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech