હજુ તો તહેવારોએ ટકોરા પણ માયર્િ નથી તેમ છતાં ડ્રાયફ્રુટમાં મહત્વપૂર્ણ ગણાતા અને દરેક મીઠાઈની મહેક બનેલાં કાજુના ભાવમાં જબરદસ્ત વધારો આવ્યો છે આ વર્ષે 90% બાજુમાં પાક નિષ્ફળ જતાં સૌરાષ્ટ્રમાં કાજુના ભાવમાં 150થી200 રૂપિયાનો ઉછાળો આવતા આ વખતે તહેવારો દરમિયાન કાજુની મીઠાઈ થી લઇ આઇસક્રીમ મોંઘા થશે.
વેપારીઓના જણાવ્યા મુજબ અત્યાર અત્યાર સુધીમાં પ્રથમ વખત રેકોર્ડબ્રેક150થી200રૂપિયાનો કાજુના ભાવમાં વધારો આવ્યો છે. ભાવ વધતાં કાજુનો ભાવ છ900 પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો છે.કાજુની ઉત્પાદન કરતા દેશોમાં આ વખતે કાજુના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થયો છે.જેના કારણે માર્કેટમાં કાજુના ભાવ આસમાને પહોંચી ગયા છે.આ વર્ષે ભારત સિવાય આફ્રિકામાં કાજુના ઉત્પાદનમાં 80 ટકા પાક પ્રભાવિત થયો છે.કાજુનો જુનો સ્ટોક હવે પુરો થઈ ગયો છે.જેથી બજારમાં અત્યારે કાજુની માંગ ખુબ જ વધી છે.રેસ્ટોરન્ટ, સ્વીટ શોપ અને આઈસ્ક્રીમ બનાવવા માટે કાજુની માંગ વધી રહી છે.
છેલ્લા 1 મહિનામાં કાજુની કિંમતમાં એક કિલોએ 150થી 250 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે.. કાજુના ઉત્પાદનમાં કીડા પડવાના કારણે પાક ઘટ્યો છે. તામિલનાડુ, કણર્ટિક, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને કેરલમાં કાજુનુ ઉત્પાદન થાય છે. ત્યાં પણ ઉત્પાદનમાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે.. અત્યારે સ્થિતિ એવી છે કે પ્રિમિયમ ક્વોલિટીના કાજુ એવરેજ ક્વોલિટીના કાજુમાં નીકળી રહ્યાં છે.. છેલ્લા એક મહિનાથી કાજુના ભાવ આસમાને પહોંચી ગયા છે.
જન્માષ્ટમીના તહેવાર પૂર્વે ભાવમાં વધારો થયો છે, તહેવારના સમયે ભાવ આસમાને પહોંચે તેવી શક્યતા છે. પરાબજારમાં ડ્રાયફ્રુટના હોલસેલરના વેપારીના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે એક જ દિવસમાં કાજુના ભાવમાં 150થી 200 વધારો નોંધાયો હોય.કાજુના ભાવમાં અત્યારે દરરોજ વધારો જોવા મળી રહ્યો છે.
પંજાબી શાકની ગ્રેવીમાં વાપરવામાં આવતા ફાડા કાજુના ભાવ રુપિયા પહેલા 500 રૂપિયા આસપાસ હતા તે અત્યારે 800થી 900 રૂપિયાના કિલો વેચાઈ રહ્યાં છેજેથી હવે રેસ્ટોરન્ટમાં મળતું શાક પણ મોંઘું બની જશે. કાજુની સાથે સાથે અન્ય ડ્રાયફ્રુટના ભાવમાં પણ વધારો થવાની શક્યતા જોવા મળી રહી છે.
કાજુની માંગ વધી રહી છે અને બીજી તરફ કાજુના કાચા માલના ઉત્પાદનમાં ઘટાડો થવાથી કાજુના ભાવ આસમાને પહોંચી ગયા છે.. જેથી કાજુ અને કાજુમાંથી બનતી મીઠાઈના વધુ ભાવ ચુકવવા માટે તૈયાર રહેવું પડશે.
હોલસેલમાં કાજુના ભાવ(10 કિલોના ભાવ)
400 નંબરના કાજુ- 7600
320 નંબરના કાજુ- 8200
240 નંબરના કાજુ- 9200
210 નંબરના કાજુ- 10600
ચાર ટુકડા કાજુ- 7700
પોણીયો કાજુ - 7400
રિટેઈલમાં કાજુનો ભાવ (1 કિલોનો ભાવ)
320 નંબરના કાજુ- 940
240 નંબરના કાજુ- 1040
210 નંબરના કાજુ- 1140
ચાર ટુકડા કાજુ- 920
પોણીયો કાજુ - 900
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech