કેશ ફોર ક્વેરી કેસઃ CBIએ મહુઆ મોઈત્રા અને દર્શન હિરાનંદાનીને બનાવ્યા આરોપી, નોંધાઈ FIR

  • March 24, 2024 10:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેશ ફોર ક્વેરી કેસમાં મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓ વધી રહી છે. હવે CBIએ મોઇત્રાને મુખ્ય આરોપી બનાવી છે. મહુઆ મોઇત્રા પર પૈસા લીધા બાદ સવાલો પૂછવાનો આરોપ છે.


કેશ ફોર ક્વેરી કેસમાં ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓ વધી રહી છે. CBIએ મહુઆ મોઇત્રાને મુખ્ય આરોપી બનાવી છે. આ ઉપરાંત દર્શન હિરાનંદાનીને પણ આરોપી બનાવવામાં આવ્યો છે. 


ગત રાત્રે તપાસ એજન્સીએ મહુઆ મોઇત્રાના પરિસરમાં દરોડા પાડ્યા હતા. સીબીઆઈએ કોલકાતા સહિત અનેક સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. સીબીઆઈએ ગુરુવારે તેમની સામે નિયમિત કેસ નોંધ્યો હતો. દિલ્હીથી CBIની એક ટીમ દક્ષિણ કોલકાતાના અલીપોર વિસ્તારમાં મહુઆના પિતાના ફ્લેટ પર પહોંચી અને તેના ઘરની તલાશી લીધી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application