જસદણના કડુકા ગામે સાઇટ સુપરવાઇઝર ઉપર છ શખસોનો છરી–સળિયા વડે હત્યાનો મામલો
રાજકોટ : જસદણમાં તાલુકાના કડુકા ગામે પુલની સાઈટના સુપરવાઈઝર પર છ શખસોએ સળિયા અને છરી વડે હત્પમલો કરતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે ભાડલા પોલીસે રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે જસદણમાં કડુકા તળાવ પાસે રહેતાં મૂળ જેતપુરના રબારીકા ગામના વતની રવિરાજ અનકભાઈ વાંક (ઉ.વ.૨૧) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મહેશ માંડાણી, રણજીત માંડાણી અને કિશન બેરાણી (રહે. ત્રણેય કડુકા, જસદણ) અને અજાણ્યા ત્રણ શખસોનું નામ આપ્યું છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, કડુકા ગામે કમળાપુર રોડ ઉપર પાંચેક મહિના પહેલા પુલ બનાવવાનું તેમના મામા જયપાલભાઈ વાળાનું કામ ચાલુ હોય જેથી ત્યા યુવક છેલ્લા ૨૦ દિવસથી કડુકા ગામે પુલની સાઈડ પર સુપરવાઈઝરનુ કામ કરે છે. ત્યા સાઈટ પર પુલને પાણી છાટવાની મજુરી કામ કડુકા ગામના વિશાલભાઈ અણીયળા કામ કરતા હોય જેથી યુવાન તેની સાથે રહેતો હતો.
આ વિશાલભાઈને તેના ગામના મહેશ માડાણી સાથે દશેક દિવસ પહેલા માથાકુટ થયેલ હતી. ત્યારબાદ યુવક અને વિશાલભાઈ બન્ને ગઈ તા.૦૭ ના કડુકા ગામે માતાજીનો માંડવો હોય ત્યા સાથે ગયેલ ત્યારે આ મહેશ માંડાણી ભેગો થયેલ અને વિશાલ સાથે બોલાચાલી કરી માથાકુટ કરવા લાગેલ હતો.બન્ને વચ્ચે જપાજપી થયેલ અને ત્યા માણસો ભેગા થઈ જતા બન્ને ત્યાથી આવતા રહેલ હતાં. ગઈ તા.૦૮ ના રાત્રીના સમયે યુવક અને વિશાલભાઈ બન્ને સાઈટ ઉપર બેઠેલ હતા ત્યારે બાજુમા એક બાઈકમાં મહેશ માંડાણી તથા તેની સાથે બીજા બે બાઈકમાં છ–સાત માણસો ઘસી આવેલ અને સાઈટ ઉપર લોખંડનો સળીયો પડેલ હોય તે ઉપાડી હત્પમલો કરી દીધો હતો.
ફરીયાદી યુવકને પગમાં ઈજા થતાં તે ત્યાં પડી ગયેલ અને તેની સાથે આવેલ બે અજાણ્યા શખ્સો વિશાલને પકડી રાખેલ અને મહેશ ગાળો બોલી મારવાનું કહેતા હોય જેથી તેની સાથેના બીજા રણજીત માંડાણી લોખંડનો સળીયો, કિશન બેરાણી લીવર વાયર તથા એક અજાણ્યા માણસે લોખંડનો સળીયો લઈ આડેઘડ ઘા મારવા લાગેલ હતાં. ત્યાં દેકારો થતાં તમામ આરોપી લોખંડના સળીયો મુકી જતા જતા કહેલ કે, હવે વિશાલ સાથે રહીતો તારા પગ ભાગી નાખીશુ. જે બાદ યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી ભાડલા પોલીસે આરોપીઓ સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પીઆઈ એચ. જી.ગોહિલ અને ટીમે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application