અમેરિકાના ૪૭મા રાષ્ટ્ર્રપતિ, ડોનાલ્ડ ટ્રમ્પ, શપથ લીધાના થોડા સમયમાં જ ટ્રાયલનો સામનો કરી રહ્યા છે. અમેરિકન ફેડરેશન ઓફ ગવર્નમેન્ટ એમ્પ્લોયીઝ (એએફજીઈ ) અને નોન–પ્રોફિટ પબ્લિક સિટીઝને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (ડોક ) સામે દાવો દાખલ કર્યેા છે. ડોકનું નેતૃત્વ ઈલોન મસ્ક કરે છે, જેનો ઉદ્દેશ્ય સરકારી ખર્ચ ઘટાડવાનો છે.
ટ્રમ્પ વહીવટીતત્રં દ્રારા પ્રસ્તાવિત ડોક યોજનાનો હેતુ સરકારી ખર્ચમાં ૨ ટિ્રલિયન ડોલરનો ઘટાડો કરવાનો છે. આ યોજનાથી સરકારી કર્મચારીઓમાં નોકરી ગુમાવવાનો ભય પેદા થયો છે. એએફજીઈ કહે છે કે ડોક યોજના ફેડરલ નિયમોનું પાલન કરી રહી નથી અને તેણે કોર્ટને વિનંતી કરી છે કે યાં સુધી તે જરી નિયમોનું પાલન ન કરે ત્યાં સુધી ડોકને સલાહકાર સમિતિ તરીકે કામ કરતા અટકાવે.
સરકારી કાર્યક્ષમતા વિભાગની જવાબદારી અબજોપતિ ઈલોન મસ્કને સોંપવામાં આવી છે. મસ્કની ભૂમિકા અંગે એવી ચિંતા છે કે તેમની યોજનાઓ સરકારી કર્મચારીઓની નોકરીઓ અને હિતોને પ્રતિકૂળ અસર કરી શકે છે. એએફજીઈ એ આનો વિરોધ કરતા કહ્યું છે કે યોજના હેઠળ કરવામાં આવેલા કાપથી કર્મચારીઓની નોકરીઓ માટે ખતરો ઉભો થઈ શકે છે.
શપથ ગ્રહણ બાદ પોતાના સંબોધનમાં, ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦ જાન્યુઆરીને મુકિત દિવસ ગણાવ્યો અને કહ્યું કે અમેરિકાનો 'સુવર્ણ યુગ' શ થઈ ગયો છે. પોતાના પ્રાથમિક એજન્ડા 'અમેરિકા ફસ્ર્ટ' પર ભાર મૂકતા ટ્રમ્પે કહ્યું કે તેઓ દેશને સુરક્ષિત, સસ્તું અને ઊર્જા ક્ષેત્રે અગ્રણી બનાવવા માટે સાહસિક પગલાં લેશે. તેમણે બાઈડેન વહીવટીતંત્રની નીતિઓને ઉલટાવી દેવા અને સરહદ સુરક્ષાને મજબૂત બનાવવા માટે અનેક એકિઝકયુટિવ આદેશોની પણ જાહેરાત કરી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech