ભાવનગર શહેરના મામાકોઠા રોડ પર ફરીથી અસામાજિક તત્વોના ત્રાસના સીસીટીવી વિડિઓ સામે આવ્યા હતા. જે બનાવા મામલે ગંગાજળિયા પોલીસ મથકમાં સ્થાનિક લોકો દ્વારા રજુઆત કરી અને અરજી કરી હતી. ભાવનગર શહેરના મામાકોઠા રોડ પર આવેલી દાંતિયાવાળી શેરીમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ વધ્યો હોવાથી સ્થાનિક રહિશોમાં ભયનો માહોલ ઉભો થયો છે. સ્થાનિક.લોકોએ પોલીસ મથક ખાતે અરજી કરી રજુઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં અસામાજિક તત્ત્વો દ્વારા દારૂની મહેફીલો માણી બેફામ ગાળો બોલી ખુલ્લા હથિયારો લઈ આવી બાઈક અને કારને નુકશાન પહોંચાડવામાં આવ્યું હોવાની રાવ સાથે આ વિસ્તારના લોકોએ ગંગાજળિયા પોલીસ મથકના પીઆઈને લેખિતમાં રજૂઆત કરી પગલા ભરવાની માંગણી કરી હતી. દાંતીયાવાળી શેરીમાં અસામાજિક તત્વો દ્વારા બેફામ થઇ અને એક કારમાં તોડફોડ કરી કારના કાચ ફોડી નાખ્યા હતા. જે બનાવના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા. સ્થાનિક લોકોએ આ મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech