વસ્તીની દ્રષ્ટ્રિીએ ગુજરાતના અન્ય મોટા શહેરોની સરખામણીમાં રાજકોટ નાનું છે પણ ઉધોગોની દ્રષ્ટ્રિીએ રાજકોટ 'રાયનો દાણો' છે. નવા એરપોર્ટ શરૂ થયા એને સાત મહિના બાદ પણ કાર્ગેા સર્વિસને બ્રેક લાગેલી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રના ઉધોગકારોના કારોબાર પર કાર્ગેા નામનું વિધ્ન આવી રહ્યું છે. જૂના એરપોર્ટ પર કાર્ગેાના લીધે ખાસ કરીને સોના–ચાંદીના વેપારીઓ અને ઓટોપાર્ટસના ધંધાર્થીઓને માલ–સામાનની અવરજવર માટે કાર્ગેા સર્વિસ આશિર્વાદ સમાન હતી. હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થયું ત્યારે કાર્ગેા માટે આ એરપોર્ટ હબ બની જશે તેવી ધારણા હતી પરંતુ હાલમાં હજુ સુધી કાર્ગેા સર્વિસ શરૂ કરવા ઓથોરિટીને લેશ માત્ર રસ ન હોય તેવો ઘાટ સર્જાયો છે.
એક તરફ હીરાસર એરપોર્ટ પરથી ખાસ કાર્ગેા ફલાઇટ ઉડાન ભરાવવાની વાત જાણે હવામાં ઓગળી ગઇ હોય તેમ કાર્ગેા ફલાઇટ તો શરૂ નથી થઇ પરંતુ જે રાબેતા મુજબ કાર્ગેા સર્વિસ ચાલતી હતી તે પણ અત્યારે ઠપ્પ થઇ ગઇ છેે. વાત એવી હતી કે હાલમાં એરપોર્ટ પર જે જર્મન ટેકનોલોજી સાથે બનાવાયેલા કામચલાઉ ટર્મિનલને કાર્ગેા ટર્મિનલમાં પરિવર્તન કરવાનું હતું પરંતુ મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગનું કામ હજુ ચાલી રહ્યું હોવાથી જયાં સુધી આ બિલ્ડીંગ પુરું નહીં થાય ત્યાં સુધી કાર્ગેા ટર્મિનલ બનશે નહીં પરંતુ ઓથોરિટી દ્રારા કાર્ગેા ટર્મિનલ માટેની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી નથી.
હાલમાં રાજકોટના એરપોર્ટ પરથી નિયમિત હવાઇ સેવા શરૂ થઇ ગઇ છે પરંતુ કાગર્ો માટેના એકસ–રે મશીન લગાવાયા ન હોવાથી એરલાઇન્સ કંપનીઓ પણ કાર્ગેા સર્વિસ શરૂ કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી. જેના લીધે વેન્ડર્સ માટે મુસીબત ઉભી થઇ છે. અત્રે ઉલ્લ ેખનીય છે કે, એકાદ–બે એરલાઇન્સ દ્રારા કાગર્ો સેવા આપવામાં આવતી હતી. જૂના એરપોર્ટ ઉપર ૨૦૧૨માં કાર્ગેા સર્વિસને બધં કરી દેવામાં આવી હતી પણ વેપારી મંડળો અને એરપોર્ટ ઓથોરિટીના પ્રયાસો બાદ ૨૦૨૧માં કાર્ગેા સર્વિસ શરૂ થઇ હતી. જેના લીધે ઉધોગકારો અને ખાસ કરીને સોના–ચાંદીના વેપારીઓ માટે મોટી સુવિધા ઉભી થઇ હતી. રાજકોટની સાથોસાથ સૌરાષ્ટ્ર્રના વેપાર ઉધોગોને પણ મોટો ફાયદો થયો હતો.
રાજકોટમાંથી દર મહિને ૩૦૦ ટન કાર્ગેાનું બુકિંગ થાય છે, જેમાં મુખ્ય કોમોડિટીઝમાં કન્સોલ, સેમ્પલ્સ, ઓટો પાર્ટસ, બ્લડ સેમ્પલ્સ, સિલ્વર–ગોલ્ડ, ઇમિટેશન જવેલરીનો સમાવેશ થાય છે. જો ઓથોરિટી દ્રારા હાલના ટર્મિનલમાં એક એકસ–રે મશિન મુકી દેવામાં આવે તો આ સર્વિસ ફરીથી શરૂ થઇ જાય તેમ રાજકોટના અલગ અલગ ઔધોગિક એસાસિએશનનો અને વેપારી મંડળોએ રજૂઆત કરી છે
રાજકોટમાં દર મહિને ૨૦૦ ટન સોના–ચાંદીનું કાર્ગેા બુકિંગ
રાજકોટની સોની બજારનું સોનું અને ચાંદી જગવિખ્યાત છે ત્યારે દર મહિને આ બન્ને ધાતુનું જ આશરે ૨૦૦ ટન કાર્ગેા બુકિંગ થાય છે અત્યારે કાર્ગેા સેવા બધં હોવાના લીધે ઝવેરીઓને સોના–ચાંદીના દાગીના કે મેન્યુફેકચરિંગ માટે ઉપયોગમાં લેવાતો માલ અમદાવાદ અને મુંબઇ એરકાર્ગેા થ્રુ મોકલવાનો વારો આવ્યો છે તો ઘણા ઝવેરીઓ કરોડો રૂપિયાનું સોનું અને ચાંદી બાય રોડ અમદાવાદ મોકલે છે. જેના કારણે તાજેતરમાં હાઇ–વે પરની લૂંટના બનાવો પણ વધી રહ્યા હોવાના કિસ્સા બન્યા છે. કાચો માલ અને જવેલરી રાજકોટમાંથી મોટા પાયે ઇમ્પોર્ટ અને એકસપોર્ટ થતી હોવાથી તાત્કાલીક ધોરણે કાર્ગેા સર્વિસ શરૂ થાય તેવી માગણી ઝવેરીઓએ ઉઠાવી છે
જામનગરની બ્રાસ અને મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીઝ રાજકોટની એરકાર્ગેા સર્વિસનો ઉપયોગ કરે છે
રાજકોટ ઉધોગોનું હબ ગણાય છે, અહીં હાર્ડવેર, ઓટો પાર્ટસ, કિચનવેર સહિત નાના–મોટા પાર્ટસનું ઉત્પાદન થાય છે તો ગોલ્ડ અને સિલ્વર સૌથી વધારે રાજકોટથી એકસપોર્ટ થાય છે. સૌરાષ્ટ્ર્રમાં જામનગરનો બ્રાસ પાર્ટસ અને મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીઝ રાજકોટની એરકાર્ગેા સર્વિસના માધ્યમથી માલની અવર જવર કરે છે ત્યારે છેલ્લા સાત મહિનાથી આ સુવિધા બધં થઇ જતાં મોટો ફટકો લાગ્યો છે. અત્યારે આ ઉધોગકારોને અમદાવાદ સુધી પાર્સલ મોકલવા પડે છે. સમય અને ખર્ચ બન્ને વધી જાય છે
ઔધોગિક વિસ્તારોમાંથી ૫૦૦ કરોડથી વધુના પાર્ટસ એકસપોર્ટ ઇમ્પોર્ટ થાય છે
૨૦૨૧માં સૌરાષ્ટ્ર્રની ઇન્ડસ્ટ્રીઝનો મોટો પ્રશ્ન કાર્ગેા સર્વિસ શરૂ થતાં હલ થયો હતા ત્યારે ફરી એક વખત આ સેવા અટકી જતાં રાજકોટ નજીક આવેલી શાપર–વેરાવળ, હડમતાળા, લોધીકા, મેટોડા, આજી જીઆઇડીસી સહિત ઔધાગિક ઇન્ડસ્ટ્રીઝને પારાવાર પ્રશ્ન ઉભો થયો છે. એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, ઓટોમોબાઇલ, હાર્ડવેર, એગ્રીકલ્ચરની વિવિધ મશીનરીના પાર્ટસ અહીંથી એકસપોર્ટ થાય છે, ઓછા વજનવાળી મશીનરી અને વિવિધ પાર્ટસની ડિલેવરી કાર્ગેાના માધ્યમથી સહેલી બની હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાસીએ લીધેલા પૈસાના મામલે શખ્સે ભાણેજ સહીત પરિવારના બિભસ્ત ફોટા મોકલ્યા
May 15, 2025 03:27 PMઆજીડેમ ચોકડી નજીક રિક્ષાને ડમ્પરે ઠોકર મારતા મહિલાનું મોત
May 15, 2025 03:23 PMમનપામાં જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષાની ઓ.એમ.આર.શીટ વેબસાઇટ ઉપર મુકાઇ
May 15, 2025 03:17 PMમવડીના ઇન્ડોર ગેમ્સ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં મેમ્બરશીપ માટે આવતીકાલથી રજિસ્ટ્રેશન
May 15, 2025 03:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech