BREAKING NEWS

ભાવનગરના સિંધી પરિવારની કાર હિમાચલ પ્રદેશમાં ઐંડી ખીણમાં ખાબકી: પાંચનાં મોત

  • May 11, 2026 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વ્હેલી સવારે મનાલી નજીક સર્જાયેલા અકસ્માતમાં  ભાવનગરના સિંધી પરિવારના પાંચ લોકોના મોત નીપયા હતા. યારે અન્ય ચાર સભ્યોનો બચાવ થયાના અહેવાલ મળી રહ્યા છે.ભાવનગરથી ફરવા ગયેલા સિંધી  પરિવારને નડેલા અકસ્માતની જાણ થતા સિંધી સમાજમાં ઐંડા શોકનું મોજુ ફરી વળ્યું છે.  





ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ ભાવનગર શહેરમાં રહેતા  લલિતભાઈ ફાતલાણીનો પરિવાર મનાલી ફરવા જઈ રહ્યો હતો. ત્યારે  બેલાના  કાંકરિયા તાલુકા, છાબા જિલ્લામાં ૨૮ નંબરના હાઈ–વે પર તેમનું વાહન ખાઈમાં ખાબકયું હતું. વાહનમાં બાળકો સહિત કુલ ૯ લોકો  સામેલ હતા.જેમાં મયંકભાઈ લલિતભાઈ ફતલાણી, ફોરમબેન મયંકભાઈ ફતલાણી,જિયાંશ મયંકભાઈ ફતલાણી અને પ્રિયાંશી પ્રિયંકભાઈ ભોપાણીનું રેસ્કયુ કરી બચવાયા હતા અને તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. યારે  લલિતભાઈ ફતલાણી, સોનિયાબેન લલિતભાઈ ફતલાણી, પ્રિયંકભાઈ ભોપાણી, કાજલબેન ભોપાણી તેમજ દિવ્યાંશુ ભોપાણીના ગંભીર ઈજાઓ થતા મોત નીપયા હોવાનું સૂત્રોથી જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતા ભાવનગર સિંધી સમાજમાં ઐંડા શોકનું મોજુ ફરી વળ્યું છે.આ અંગે ભાવનગર  સેના પ્રદેશ અધ્યક્ષ  કમલેશ ચંદાણી સહિતના સિંધી અગ્રણીઓ  હિમાચલ પ્રદેશ પ્રશાસન સાથે સંપર્કમાં રહી જરી સહાય અને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું.
આ પાંચ લોકો ના મૃત્યુ થયા
લલિતભાઈ ફતનાની
સોનિયાબેન લલિતભાઈ ફતનાની
પ્રિયંકભાઈ ભોપાણી
કાજલબેન ભોપાણી
દિવ્યાંશુ ભોપાણી




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application