જાહેરમાં થૂંકતા કારચાલકો અને રિક્ષા ચાલકો ઝડપાયા

  • December 09, 2023 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જાહેરમાર્ગ ઉપર ચાલુ વાહને પાન ફાકીની પિચકારી મારી ગંદકી ફેલાવતા ટુ વહીલર ચાલકોને મહાપાલિકાના આઇ વે પ્રોજેકટના સીસી ટીવી કેમેરામાં ઝડપી લઇ તેમના ઘરે ઇ મેમો મોકલી દંડની વસુલાત કરવામાં આવી રહી છે, બેશક આ કામગીરી પ્રશંસનીય છે પરંતુ જાહેરમાં થૂંકતા ફકત ટુ વહીલર ચાલકોને જ સીસી ટીવી કેમેરામાં કેદ કરાતાં હોય આ મામલે આજકાલ દૈનિકએ ગઇકાલે વિસ્તૃત અહેવાલ પ્રસિધ્ધ કરી એવો સવાલ ઉઠાવ્યો હતો કે કાર ચાલકો અને ઓટો રીક્ષા ચાલકો પણ ચાલુ વાહને જાહેર માર્ગ ઉપર થૂંકીને અથવા તો કચરો ફેંકીને ગંદકી ફેલાવતા જ હોય છે છતાં તેની સામે કેમ કોઈ કાર્યવાહી કરાતી નથી ? આજકાલમાં આ અહેવાલ પ્રસિધ્ધ થયા ૨૪ કલાકમાં મહાપાલિકા તંત્રએ જાહેરમાં થૂંકીને ગંદકી ફેલાવતા કારચાલકો અને ઓટો રીક્ષાચાલકોને સીસી ટીવીમાં કેદ કરી તેમના ઘરે ઇમેમો મોકલ્યા છે.

આજકાલમાં અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ તુરતં જ મહાપાલિકા તંત્રને પોતાની ભૂલ સમજાઇ હતી અને અધિકારીઓની આંખો ઉઘડી હતી કે ફકત ટુ વહીલર ચાલકોને જ દંડના મેમો ફટકારવા યોગ્ય નથી...ગંદકી ફેલાવનાર કોઈ પણ હોય તમામને એકસમાન દડં થવો જોઈએ અને કાયદા–નિયમોની અમલવારીમાં ભેદભાવ હોવો ન જોઇએ. આથી ગત સાંજથી જ સીસી ટીવી કેમેરા સર્વેલન્સનું ફોકસ કાર ચાલકો અને રિક્ષાચાલકો તરફ કરતા આજે બપોર સુધીમાં અનેક મોટા વાહન ચાલકો પણ જાહેરમાં થૂંકીને ગંદકી ફેલાવતા ઝડપાઇ ગયા હતા. હવે આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી લગાતાર ચાલુ રહેશે તેમ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારી–ઇજનેરી સૂત્રોએ ઉમેર્યુ હતું. હાલ સુધીમાં મહાપાલિકા દ્રારા જાહેરમાં થૂંકવા બદલ ફટકારવામાં આવેલા ઇ મેમોમાંથી ૮૦ ટકા ઇ મેમો ટુ વહીલર ચાલકોને અપાયા છે. હવે ચાલુ કારે દરવાજો ખોલી પાન ફાકીની પિચકારી મારનારાઓ પણ સીસી ટીવી કેમેરામાં કેદ થઇ જશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application