લોકસભાની ચૂંટણીના અનુસંધાને ફોર્મ ભરવાની પ્રક્રિયાથી માંડી મતગણતરી અને પરિણામ જાહેર કરવા સુધીની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી એ જણાવ્યું હતું કે ફોર્મ ભરવાની પ્રક્રિયા તારીખ ૧૨ એપ્રિલથી શ થવાની છે અને ઉમેદવારો કલેકટર સમક્ષ અથવા તો જૂની કલેકટર કચેરીમાં ઝોન એકના પ્રાંત અધિકારી સમક્ષ ફોર્મ ભરી શકશે.
મતગણતરી કણકોટ ખાતેની એન્જિનિયરિંગ કોલેજમાં કરવામાં આવશે. રીસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરો પણ નક્કી કરી દેવાયા છે. આજે ૧૯ ૦૦૦ સ્ટાફનું રેન્ડમાઇઝેશન પ્રથમ વખત પૂં કરાયું છે. જરિયાત કરતા ૪૦% વધુ સ્ટાફ ની ડેટા એન્ટ્રી કરવામાં આવી છે. આજે પ્રથમ રેન્ડમાઇઝેશનમાં ૨૦ ટકા સ્ટાફને મુકત કરાયો છે અને ૨૦ ટકા સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે. જિલ્લા કલેકટર પ્રભવ જોશી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન. કે. મુછારે આજે મોરબીની મુલાકાત લીધી હતી. મોરબી જિલ્લાના ટંકારા અને વાંકાનેર વિધાનસભા મત વિસ્તારના અમુક બુથ રાજકોટ સંસદીય મતવિસ્તારમાં આવતા હોવાથી તેની તૈયારીની સમીક્ષા પણ આ બંને અધિકારીઓએ કરી હતી. આ બંને તાલુકાના સ્ટાફનું પણ રેન્ડમાઇઝેશન આજે કરાયું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે હડતાળ સમેટાઈ
May 14, 2025 11:30 AMઆખરે સલમાન ખાને લગ્ન ન કરવાનું સાચું કારણ જણાવ્યું, જાણો સિંગલ રહેવાનું શું છે સિક્રેટ ?
May 14, 2025 11:30 AMઉર્વશી 4.5 લાખની કિમતનું પોપટ શેપનું પર્સ લઈ કાન્સમાં પહોંચી
May 14, 2025 11:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech