રાખી સાવંતની માને કેન્સરે ફરી ઉથલો માર્યો, એક્ટ્રેસે વ્યક્ત કરી વેદના

  • January 11, 2023 04:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • 2021માં સલમાન ખાન અને નરગિસ દત્ત ફાઉન્ડેશને કરી હતી મદદ
  • રાખી મરાઠી બિગ બોસમાંથી બહાર આવતા તેણે માની બીમારી અંગે જાણ થઇ

2021માં રાખીએ બિગ બોસ 14માં ભાગ લીધો હતો અને ઘરે પરત ફર્યા બાદ માતાને કેન્સર થયું હોવાની જાણ થઈ હતી. તેણે સલમાન ખાનની 'બીઇંગ હ્યુમન ફાઉન્ડેશન' ઉપરાંત સંજય દત્ત અને તેની બહેન પ્રિયા દત્ત દ્વારા સંચાલિત કેન્સરની સારવાર સાથે જોડાયેલી સંસ્થા નરગિસ દત્ત ફાઉન્ડેશન પાસે પણ મદદ માંગી હતી. ત્યારે તેની માને કેન્સરે ફરી ઉથલો મારતા રાખી પરેશાન થઇ ગઇ છે. તેણે ફેન્સને અપીલ કરી છે.

રાખી સાવંત અત્યારે એક સ્પર્ધક તરીકે 'બિગ બોસ મરાઠી 4'નો ભાગ હતી. તેણે સોમવારે  લાઇવ ચેટમાં તેના ફોલોઅર્સને જણાવ્યું હતું કે તેની માતા જયા ભેડાને બ્રેઈન ટ્યુમર હોવાનું નિદાન થયું છે. જોકે રાખીની માતા પહેલેથી જ ઘણી બીમારીઓથી પીડિત છે. આવી સ્થિતિમાં રાખીએ તેમના વિશે એક હેલ્થ અપડેટ શેર કરી છે.

વીડિયો બનાવતી વખતે રાખી સાવંતની આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યું...

 હું ગઈકાલે રાત્રે બિગ બોસના ઘરમાંથી બહાર આવી હતી અને મને ખરેખર બધાના આશીર્વાદની જરૂર છે. માતાની તબિયત સારી નથી. તે હોસ્પિટલમાં છે. કૃપા કરીને તેના માટે પ્રાર્થના કરો. બિગ બોસના ઘરમાં મને કોઈએ કહ્યું નથી કે તેની તબિયત સારી નથી. મને ખબર નહોતી કે તે હોસ્પિટલમાં દાખલ છે. મારી માતાને બ્રેઈન ટ્યુમર થયું છે.

રાખીએ તેની માતા વિશે જણાવ્યું કે તેની શરૂઆત ડાબી બાજુના લકવાથી થઈ હતી. કેટલાય ટેસ્ટ કરવામાં આવ્યા છે જે બાદ તે નક્કી કરવામાં આવશે કે તે કેટલી વસ્તુઓમાંથી પસાર થશે. ઘણા લોકોએ કોમેન્ટમાં રાખીની માતાને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. કોઈએ લખ્યું, 'પ્રાર્થના કરું છું કે તે જલ્દી સ્વસ્થ થઈ જાય. ચિંતા ના કર રાખી.

એક ઈન્ટરનેટ યુઝરે લખ્યું, 'મજબૂત રાખી જી... અમારી પ્રાર્થના તમારી સાથે છે.' એપ્રિલ 2021માં રાખીની માતાએ તેના પિત્તાશયની થેલીમાં એક ગાંઠ દૂર કરવા માટે સર્જરી કરાવી હતી જે કેન્સર હોવાનું બહાર આવ્યું હતું. તેની સારવારનો ખર્ચ સલમાન ખાન અને તેના ભાઈ સોહેલે ઉઠાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application