જામજોધપુર તાલુકા વેણુ વનાણા સિચાઈ યોજનાનું કેનાલ રીપેરીંગ કામ નબળું !

  • December 26, 2023 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પૂર્વ કૃષિ મંત્રી ચીમનભાઇ સાપરીયાએ રાજયના મુખ્યમંત્રીને લખેલો પત્ર: પાણી વેડફાતાં ખેડૂતોની સરકારને સૌની યોજનાથી ડેમ ભરવાની માંગ

જામ જોધપુર તાલુકા વેણુ- ૧ વનાણા સિચાઈ યોજનાનું કેનાલની સફાઈનું કામ સિંચાઈ વિભાગ દ્વારા આપેલું છે, તે પ્લાન એસ્ટીમેટમુજબ થયુ નથી. હલકી ગુણવતાવાળુ કરવામા આવેલું છે. ખેડૂતો દવારા પેટા વિભાગીય કચેરી જુનીયર એન્જિ. તથા ડે.એન્જી.ને રજુઆત કરવા છતાં સંતોષકારક કામગીરી થઈ નથી.
 અધીકારીની અણઆવડતને કારણ કેનાલ રીપેરિંગ કામ બરાબર થયેલું ન હોવાથી પાણી આપ્યા બાદ કેનાલ તુટી જવાથી માત્ર બે પિયત  આપ્યા તો ડેમ ખાલી થવાની પોઝિશન આવી ચૂકી છે.આ ડેમમાં ૨૪૮ એમ.સી.એફ.ટી.પાણીનો જથ્થો હતો, હાલ માત્ર ૧૧૮ એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો છે. ખેડૂતો પાસેથી ડિપાર્ટમેન્ટ તંત્ર દવારા આઠ પિયતના પૈસા વસુલ કર્યા છે. બે પિયત માં અડધા ઉપર ડેમ ખાલી થઈ જવાથી ખેડૂતોનો રવિપાક પાકે તેનાથી ખેડૂતો દ્વારા પાકના વાવેતર પર ખર્ચા ચડાવાય છે અને વળતર કાઈંજ મળે તેમ  નથી.
જેથી ખેડુતો ને રાતે પાણી એ રોવાનો વારો આવી રહ્યો છે. સરકાર એક બાજુ ખેડૂતો ની આવક ડબલ કરવા માંગે છે. પરંતુ હાલની પરિસ્થિતિ પ્રમાણે ખેડૂતોના મોઢેથી કોળિયો ઝુંટવાઈ જાય તેવા સંજોગો ઉભા થયા છે. જેથી સૌની યોજના દ્વારા આ ડેમને સરકાર દ્વારા તાત્કાલિક  ફરી ભરી દેવામા આવે, તો રવિપાક બચાવી શકાય. જે અંગેનો પત્ર ખેડૂતો દ્વારા મુખ્યમંત્રીને પાઠવેલો છે.
કેનાલ રીપેરીંગ અને સફાઈ  અંગે ખેડૂતો દ્વારા રજુઆત કરવા જતાં ખેડૂતોને અધીકારી ગણ દવારા ચોર કોટવાલને દાટે તેમ ઉધતાઇભર્યું વર્તન કરી ખેડુતો ને ધમકી ભરેલી ભાષામાં ઉચ્ચારણો કરી તમારે જ્યાં લખવું હોય તેને લખો, જ્યાં ઉપર રજુઆત કરવી હોય ત્યાં કરો, કામ થશે એમ જ થશે અને રજુઆત કરતા ખેડૂતોને નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા  અન્યો  પાસે ટેલિફોનિક ધમકીઓ પણ મરાવવામાં આવેછે. આવા અધિકારીઓ ઉપર સરકાર શિક્ષાત્મક પગલાં ભરે તેવી ખેડૂતો ની માંગણી છે. ત્યારે પૂર્વ કૃષિ મંત્રી ચિમનભાઈ સાપરીયા દ્વારા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી ખેડૂતોની માગણી મુજબ વેણુ-૧ વનાણા સિંચાઈ યોજના ડેમમાં સૌની યોજનાના માધ્યમથી પાણી ભરવા રજુઆત કરાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application