કેનેડાની ભારતમાં તેના નાગરિકોને સતર્ક રહેવા સલાહ

  • September 26, 2023 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને કેનેડાની સરકારે ભારતમાં તેના નાગરિકો માટે ફરી એકવાર ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. આ નવી ટ્રાવેલ એડવાઈઝરી અનુસાર કેનેડાની સરકારે તેના નાગરિકોને સતર્ક રહેવા અને સાવચેતી રાખવા કહ્યું છે. કેનેડાની સરકારે કહ્યું છે કે કેનેડા અને ભારતમાં તાજેતરના ઘટનાક્રમ અને દેખાવોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિરની હત્યા પાછળ ભારતનો હાથ હોવાના નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો છે. ભારત સરકારે પીએમ જસ્ટિન ટ્રુડોના આરોપોને વાહિયાત અને તથ્યપૂર્ણ ગણાવીને ફગાવી દીધા હતા.


કેનેડાની સરકારે તેની ટ્રાવેલ એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે, કેનેડા અને ભારતમાં તાજેતરના ઘટનાક્રમ મામલે સોશિયલ મીડિયા પર કેનેડા પ્રત્યે વિરોધ અને કેટલીક નકારાત્મક લાગણીઓ જોવા મળી રહી છે. કૃપા કરીને જાગ્રત રહો અને સાવચેતી રાખો. ગત અઠવાડિયે ભારતે પણ કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો અને વિધાર્થીઓ માટે સમાન એડવાઈઝરી જારી કરી હતી.
યારે બીજી બાજુ ભારત સરકાર દ્રારા પણ ભારતીય નાગરિકો, કેનેડામાં રહેતા વિધાર્થીઓ અને કેનેડાની મુલાકાત લેવાની યોજના ધરાવનારાઓને ભારત સરકાર દ્રારા સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. વિદેશ મંત્રાલય દ્રારા જારી કરાયેલી એક નોટિફિકેશન અનુસાર કેનેડામાં ભારતીય નાગરિકો અને ભારતીય વિધાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ કેનેડામાં એવા વિસ્તારો અને સંભવિત સ્થળોએ મુસાફરી કરવાનું ટાળે યાં ભારત વિરોધી પ્રવૃત્તિઓ વધી રહી છે

ભારતીય દૂતાવાસના પ્રવેશદ્રાર પર બેરિકેડસ લગાવવામાં આવ્યા
કેનેડિયન મીડિયા રિપોટર્સ અનુસાર, હોવે સ્ટ્રીટ પર ભારતીય વાણિય દૂતાવાસના પ્રવેશદ્રારને રોકવા માટે બેરિકેડ લગાવવામાં આવ્યા છે. સમાચાર અનુસાર, વિશ્વ શીખ સંગઠને ઉશ્કેરણી અને દખલગીરીની સંભાવનાને લઈને પહેલેથી જ ચેતવણી જાહેર કરી દીધી છે. જેથી પોલીસ પહેલાથી જ સતર્ક હતી. ખાલિસ્તાન હિમાયત સંસ્થા શીખ ફોર જસ્ટિસના નિર્દેશક જતિન્દર સિંહ ગ્રેવાલે રવિવારે કહ્યું હતું કે નિરની હત્યા અંગે જનજાગૃતિ વધારવા માટે ટોરોન્ટો, ઓટાવા અને વાનકુવરમાં ભારતીય દૂતાવાસોની બહાર પ્રદર્શન કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે અમે ભારતીય રાજદૂતને હાંકી કાઢવાની માંગ કરી રહ્યા છીએ.

ભારતને દબાવવાનું અમેરિકાનું વલણ
અમેરિકાએ જણાવ્યું હતું કે કેનેડાની તપાસ આગળ વધવી જોઈએ અને ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે, કોઈને છોડશે નહીં. પીટીઆઈએ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવકતા મેથ્યુ મિલર એમ કહેતા ટાંકયા હતા કે, વડાપ્રધાન ટ્રુડો દ્રારા સંદર્ભિત આરોપોથી અમે ખૂબ જ ચિંતિત છીએ. અમે અમારા કેનેડિયન સાથીઓસાથે ગાઢ સંપર્કમાં છીએ. અમે માનીએ છીએ કે કેનેડાની તપાસ આગળ વધે અને ગુનેગારોને ન્યાયમાં લાવવામાં આવે તે મહત્વપૂર્ણ છે. અને અમે જાહેરમાં – અને ખાનગી રીતે – ભારત સરકારને કેનેડિયન તપાસમાં સહકાર આપવા વિનંતી કરી છે, મિલરે ઉમેયુ. ભારત પર દબાણ લાવવા માટે અમેરિકા બે દિવસથી પ્રયત્નો કરી રહ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application