મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા ગઈકાલે શહેરના વાસણઘાટ, પથિકાશ્રમ, શાકમાર્કેટ અને તેની આજુબાજુના વિસ્તાર ઉપરાંત ઘોઘાગેટમાં અસ્થાઈ દબાણો દૂર કરાયા બાદ આજે મહાપાલિકાની ટીમે શહેરના સતત ટ્રાફિકથી ભરચક રહેતા અને લોકોની ભારે અવરજ્વર વાળા આંબાચોક વિસ્તારમાં સવારથી જ અસ્થાઈ દબાણો સામે કાર્યવાહી હાથ ધરી છે. આંબાચોક વિસ્તારના હેરીશ રોડ તરીકે ઓળખાતા મુખ્ય રોડની બન્ને સાઈડ પર ટ્રાફિક અને રાહદારીઓ માટે અડચણરૂપ ઉભી રાખવામાં આવતી નાની-મોટી લારીઓ તેમજ પાથરણા વાળાઓને હટાવી માલ-સામાન જપ્ત કરવામાં આવી રહ્યો છે. હેરીશ રોડ પર બેંકો તેમજ જૂની તિજોરી કચેરી હોવાથી વારંવાર ટ્રાફિકની સમસ્યા ઉભી થતી હોય છે. ક્યારેક પગપાળા પણ આ રોડ પરથી પસાર થવું લોકો માટે મુશ્કેલ બની જતું હોય સ્થાનિક વેપારીઓ દ્વારા અવાર-નવાર આ અંગે રજુઆતો પણ કરવામાં આવી હતી. દરમ્યાનમાં મહાપાલિકાના તત્કાલીન કમિશ્નર ઉપાધ્યાય દ્વારા ભાવનગર શહેરને દબાણ મુક્ત કરવા માટે અભિયાન શરૂ કર્યુ હતું. અને આ અભિયાન હેઠળ સ્થાનિક વિસ્તારમાં મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમોએ અગાઉ કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ લારીઓ લઇ ઉભા રહેતા તેમજ પાથરણાવાળાઓ તંત્રની કાર્યવાહી બાદ પુન: ગોઠવાઈ જતાં હોવાથી સમયાંતરે સ્થાનિક વિસ્તારમાં મહાપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવું વેપારીઓ તેમજ લોકો ઈચ્છી રહ્યા છે. મહાપાલિકા તંત્રએ આજે હાથ ધરેલી કાર્યવાહીના પગલે દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતાલિબાને બિન-ઈસ્લામિક પુસ્તકો પર મૂક્યો પ્રતિબંધ, હવે સરકાર જે ઈચ્છે તે જ વાંચી શકશે લોકો
November 20, 2024 04:34 PMમારો કેસ બંધ કરો, દારૂ કૌભાંડમાં હાઈ કોર્ટ પાસે કેજરીવાલની માંગ, શું કરી દલીલ?
November 20, 2024 04:31 PMસિક્યોરિટી કાઉન્સિલમાં ઈઝરાયલ સામે 10 દેશો જોડાયા, હવે બધાની નજર અમેરિકા પર
November 20, 2024 04:24 PMઅખિલેશ યાદવે આપી ચેતવણી, ચૂંટણીમાં બેઈમાની કરનારા અધિકારીઓની થશે હકાલપટ્ટી
November 20, 2024 04:17 PMરાજકોટ રેલ્વે ડિવિઝન દ્વારા ‘જનજાતીય ગૌરવ દિવસ’ ની ઉજવણી
November 20, 2024 04:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech