કાલે ગાંધીનગરમાં ભાજપના રાષ્ટ્ર્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં મહત્વની બેઠક

  • April 11, 2025 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ કદાચ પ્રથમ વખત આવતીકાલે ભારતીય જનતા પાર્ટીની બૃહદ બેઠક ગાંધીનગીમાં કમલમ ખાતે મળવા જઈ રહી છે. આ બૃહદ બેઠકમાં પ્રદેશ હોદ્દેદારો જિલ્લ ા મહાનગરના પ્રમુખ મહામંત્રી મોરચાના પદ અધિકારીઓ તમામ ધારાસભ્યો અને સાંસદોને હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશના પગલે ગાંધીનગરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે જેટલા મોઢા તેટલી વાત ચાલી રહી છે કોઈ આ બેઠકને મંત્રીમંડળના વિસ્તરણ સાથે સરખાવી રહ્યું છે તો પ્રદેશ પ્રમુખ તરીકે સીઆર પાર્ટીલની આ બેઠક આખરી બની રહે તેનું અનુમાન પણ લગાવી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ભાજપના રાષ્ટ્ર્રીય મહામંત્રી તણ યુગ વિશેષ ઉપસ્થિતિમાં બેઠક મળશે આ બેઠકમાં ૧૪મી એપ્રિલે ડોકટર બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે ભાજપ દ્રારા રાજયભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે એમાં સંવિધાન દિવસ નિમિત્તે ચર્ચા સત્ર પણ યોજાનાર છે.
આ સંવિધાન દિવસમાં કાયદા અંગે પણ એક જાગૃતિ અભિયાન શ કરવા જઈ રહ્યું છે આ સંદર્ભે રાષ્ટ્ર્રીય મહામંત્રી તણયુગ એક દિવસની ગુજરાતની મુલાકાતે છે જે રાષ્ટ્ર્રીય સ્તરે નક્કી થયેલા કાર્યક્રમની જાણકારી આપશે.આવતીકાલે ભાજપની મળનારી બૃહદ બેઠકને લઈને કેટ કેટલી અફવાઓનું બજાર એ જ બન્યું છે જેમાં કોઈ નવી જ બાબત બહાર આવે તેવું ચર્ચાય રહ્યું છે. આ સિવાય કોંગ્રેસ દ્રારા ૨૦૨૭ ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શ કરવામાં આવી છે તેને લઈને નવી રણનીતિ જાહેર કરાશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application