દેવું ઉતારવા રાજકોટમાં એટીએમ તોડવા આવ્યો અને પોલીસનો ભેટો થઈ ગયો

  • September 04, 2023 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં મવડી ચોકડી નજીક એચડીએફસી બેન્કનું એટીએમ તોડવા આવેલા કાલાવડના નાગાજણ ગામના અંકિત વલ્લભભાઈ ડાંગરિયા નામના એમઆરને રાજકોટ ક્રાઈમ બ્રાંચે ભાગે એ પૂર્વે જ ઝડપી પાડયો હતો. કાલાવાડ પંથકના અને મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા અંકિતને બેથી અઢી લાખ જેવું દેવું થઈ ગયું હતું. દેવુ ઉતારવા માટે તેણે એટીએમ તોડવાનો પ્લાન બનાવ્યો હતો. યુ–ટયુબ પરથી એટીએમ કેમ તોડવુ તેની થીયરી જાણી હતી. ગત શનિવારે વહેલી સવારે સાડાત્રણેક વાગ્યાના અરસામાં એટીએમ તોડવા પહોંચ્યો હતો. પોલીસને જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી જો કે, પોલીસ આવ્યાની જાણ થતાં જ આરોપી બાઈક લઈને નાસી છૂટયો હતો એકાદ કલાકની જહેમત સાથે બાઈકચાલકને દબોચી લેવાયો હતો. તેણે પોતે વ્યવસાયે એમઆર હોવાનું બેથી અઢી લાખનું દેણું થઈ જતાં દેવું ઉતારવા એટીએમ તોડવાનો પ્લાન બનાવ્યો હતોનું કથન કર્યુ હતું. માલવિયાનગર પોલીસ મથકે આરોપીસામે ગુનો નોંધાવાયો હતો. દેવુ તો ન ઉતયુ ઉલ્ટાના લેને કે દેને પડ ગયેની માફક અંકિત પોલીસનો બીન બુલાયે મહેમાન બની ગયો હતો.


કોમ્બિંગ નાઈટ અને બે યુવકની સજાગતાથી મિનિટોમાં પકડાઈ ગયો
તહેવારોને લઈને શનિવારે રાત્રે શહેરભરમાં કોમ્બિંગ નાઈટ રખાઈ હતી. મવડી ચોકડી પાસે એક શખસ એટીએમ તોડી રહ્યાની આશંકા વ્યકત કરી બે યુવકોએ તુરતં જ મવડી સર્કલ પાસે ઉભેલી પોલીસને જાણ કરી હતી. ત્યાં હાજર ટ્રાફિક એસીપી ગઢવી સહિતની ટીમ દોડી ગઈ હતી. જો કે પોલીસ આવ્યાની જાણ થતાં આરોપી બાઈકમાં નાસી છૂટયો હતા. તુરતં જ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરાઈ અને શહેરભરમાં પોલીસને એલર્ટ કરાતા આરોપી નાસી છૂટે એ પૂર્વે ક્રાઈમ બ્રાંચ પીએસઆઈ ગરચર અને તેની ટીમના હાથમાં આવી ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application