ડુક્કર નહીં આર્ટિસ્ટ કહો: દક્ષિણ આફ્રિકામાં પિગકાસોએ બનાવેલા પેઇન્ટિંગને ખરીદવા માટે લોકો ખર્ચે છે લાખો રૂપિયા

  • August 02, 2023 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલમાં એક કલાકાર ડુક્કર ખૂબ જ ચર્ચામાં છે જે તેના મોંથી પેઇન્ટ બ્રશ પકડીને કેનવાસ પર પેઇન્ટ કરે છે.રિપોર્ટ અનુસાર, દક્ષિણ આફ્રિકાની ફ્રેંચોક વેલીની 50 વર્ષીય જોઆન લેફસન અને તેની ‘પિગકાસો’ ઘણી ફેમસ થઈ ગઈ છે. જોઆને 5 વર્ષ પહેલા 2016માં કેપટાઉનના એક કતલખાનામાંથી ‘પિગકાસો’ને બચાવી હતી જ્યાં તેને કતલ કરવા લઈ જવામાં આવી રહી હતી. જોઆન ડુક્કરને તેની સાથે લઇ ગઈ અને તેને ખેતરમાં રાખી અને તેને ઉછેરવા લાગી.



જ્યારે પિગકાસો નાની હતી, ત્યારે તેની માલકીન એકવાર આકસ્મિક રીતે તેના શેડમાં પેઇન્ટ બ્રશ ભૂલી ગઈ. તે બ્રશ ઉપાડીને, તેનાથી રમવા લાગી. માલકીને વિચાર્યું કે કદાચ તેને પેઇન્ટિંગનો શોખ છે. તેના આ શોખને પ્રોત્સાહન આપવા માટે, તેણે ડુક્કર માટે એક કેનવાસ ખરીદ્યો, જેના પર તેણે બ્રશ વડે પેઇન્ટિંગ કરવાનું શરૂ કર્યું. આ પેઈન્ટિંગ્સ જોયા પછી તમને કંઈ સમજાશે નહીં, પરંતુ તે પ્રાણીઓ દ્વારા બનાવવામાં આવ્યા હોવાથી લોકોમાં તેની ખૂબ માંગ છે.
7 વર્ષની પિગકાસોનું વજન 680 કિલો છે અને તેણે 400થી વધુ પેઇન્ટિંગ્સ બનાવી છે. લોકોને ડુક્કરની પેઇન્ટિંગ એટલી પસંદ છે કે તેઓ તેને ખૂબ સારી કિંમતે ખરીદે છે. પેઇન્ટિંગમાંથી મળેલા પૈસા ફાર્મમાં અન્ય પ્રાણીઓને ઉછેરવામાં ખર્ચવામાં આવે છે.


તમને જાણીને નવાઈ લાગશે કે તેમની એક પેઇન્ટિંગ 20 લાખ રૂપિયાથી વધુમાં વેચાઈ હતી. સોશિયલ મીડિયા પર પેઈન્ટિંગ શેર કર્યાના થોડા દિવસો બાદ તેનો ખરીદનાર પણ મળી ગયો. આ દુનિયાની સૌથી મોંઘી પેઈન્ટિંગ હતી જે કોઈ બિન-માનવી પ્રાણી દ્વારા બનાવવામાં આવી હતી. તેના તમામ પેઇન્ટિંગ્સની કુલ કિંમત 10 કરોડ રૂપિયાથી વધુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application