જંત્રી દરમાં તા.૧ એપ્રિલથી વધારાનો નિર્ણય મુલતવી રાખવાનું કેબિનેટમાં નકકી થયું ?

  • March 27, 2025 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી તા ૧લી એપ્રિલ થી રાયમાં નવી જંત્રી નો અમલ કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી હતી પરંતુ ઉચ્ચકક્ષાએથી મળેલા અહેવાલ બાદ ગઈકાલે મળેલી રાયમંત્રી મંડળની બેઠકમાં  હાલ નવી જંત્રી નો અમલ મોકૂફ રાખવામાં આવ્યો હોવાના સંકેત મળી રહ્યા છે. સરકારે ૨૦૨૫–૨૬ને શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કયુ છે અને જંત્રી દરોમાં વધારો આયોજિત પ્રોજેકટસને અસર કરી શકે તેવી પ્રબળ શકયતા હોવાથી નવા જંત્રી દરનો અમલ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. આ નવા જંત્રી દરો અંગે નાગરિકો અને રિયલ એસ્ટેટ ઉધોગ દ્રારા સતત વિરોધનો સરકાર દ્રારા વિચારણામાં લેવાયો છે.



ગુજરાત રાયમાં નક્કી કરાયેલા શહેરી કક્ષાએ ૨૩,૮૪૫ અને ગ્રામ્ય કક્ષાએ ૧૭,૧૩૧ મળીને કુલ નવા વેલ્યૂઝોન મુજબજમીન–મિલકતોની બજાર કિંમત નક્કી કરવા માટેની કમરતોડ નવી જંત્રીના દરની અમલવારી ૧લી એપ્રિલ–૨૦૨૫થી કરવાનું નક્કી કરાયા બાદ જંત્રીનો અમલ મોકૂફ રાખવાના નિર્ણય કરાયો છે. આ નિર્ણય પાછળના જવાબદાર કારણોમાં મુખ્યત્ત્વે ત્રણ જિલ્લ ાના અપૂરતા ડેટા, સ્ટેમ્પની બેફામ ખરીદી, કાળા બજારી, મંદીના માહોલ ઉપરાંત રિયલ એસ્ટેટ ક્ષેત્રના ભારે વિરોધને પગલે રાય સરકારે હાલ પૂરતું ભાવ–વધારા સાથેની નવી જંત્રી–૨૦૨૫નો અમલ મોકૂફ રાખવાનું નિર્ણય કર્યેા છે.


પ્રા વિગતો મુજબ, ૨૬ માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. જેમાં નવી જંત્રીના મુસદ્દા તથા તેના ઉપર મેળવાયેલા વાંધા–સૂચનો, રાય અને જિલ્લ ા કક્ષાની સમિતિઓ દ્રારા તેની કરાયેલી સમીક્ષાઓ પછીના અહેવાલો ઉપર ચર્ચા થયા બાદ મોટાભાગની કક્ષાએ વિરોધી સૂર જોયા પછી આખરે મુખ્યમંત્રીએ નવી જંત્રીનો અમલ હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.આ અંગે  રાય સરકાર કે તેના પ્રવકતા તરફથી થયેલી સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી પણ મંત્રીમંડળની બેઠકમાં થયેલી ચર્ચાને અંતે મુખ્યમંત્રી દ્રારા અપાયેલા સંકેતની ટોચના સૂત્રોમાંથી મળેલી જાણકારી છે. ૧૨ મી માર્ચ–૨૦૨૫ના બુધવારે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં નવી જંત્રીમાં રાહત કે તેના દરમાં ઘટાડા અંગે ચર્ચા થઈ હતી. જેમાં મુખ્યમંત્રીએ નવી જંત્રીના દરમાં કોઈપણ જાતની રાહતનો કે તેના વધારાયેલા દરમાં ઘટાડો કરવાનો સ્પષ્ટ્ર ઈનકાર કર્યેા હતો ત્યારબાદ રાય સરકારમાં ઉચ્ચ કક્ષાએથી ફીડબેક મેળવવામાં આવ્યા હતા. છેવટે ગત શુક્રવારે મુખ્ય સચિવ પંકજ જોષીના અધ્યક્ષ સ્થાને મહેસૂલ વિભાગના અધિકારીઓની એક અતિ–મહત્વની બેઠક મળી હતી. જેમાં હાલની જંત્રીના અમલથી રાય સરકારને થતી અને થનારી સ્ટેમ્પ ડૂટી તથા નોંધણી ફીની આવક ઉપરાંત હવે જો, નવી જંત્રીના વધારાયેલા ધરખમ ભાવ વધારાને કારણે સરકારને થનારી સ્ટેમ્પ ડૂટી અને નોંધણી ફીમાં થનારા સંભવિત વધારા અંગે ચર્ચા કરાઈ હતી. તેની સાથે નવી જંત્રીના દરને યથાવત રાખીને તેમાં કરાયેલા ભાવ વધારો પાછો ન ખેંચાય તો શું સ્થિતિ થાય, તેની પણ ચર્ચા કરાયા બાદ તે સમગ્ર બાબતથી મુખ્ય સચિવ કક્ષાએથી મુખ્યમંત્રીને વાકેફ કરાયા હોવાની જાણકારી મળી હતી.


બિલ્ડર લોબી સહિતના સેકટર્સમાંથી તીવ્ર વિરોધને પગલે આ નિર્ણય કરાયો હોવાનું જાણવા મળે છે.આ દરમિયાનમાં ૨૬મીના બુધવારે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં એ સ્પષ્ટ્ર થઈ ગયું છે કે, હાલની સ્થિતિએ નવી જંત્રીના ભારેખમ ભાવ વધારાને કારણે બિલ્ડર લોબી સહિતના વિવિધ સેકટર્સમાંથી જે તીવ્ર વિરોધ સંભળાઈ રહ્યો છે. તેના કારણે સરકાર અને ભાજપ સંગઠનને ભારે રાજકીય ફટકાની પણ દહેશત સેવાતી હતી. આ ઉપરાંત મંદીમાંથી પસાર થઈ રહેલા એસ્ટેટ સેકટરને પણ મોટું નુકસાન થાય અને રોજગારીની તકો ઉપર પણ તેની વિપરીત અસરની સમીક્ષા કરાયા બાદ સૂત્રોની જાણકારી મુજબ હવે રાય સરકાર હાલને તબક્કે નવી જંત્રીના અમલના મૂડમાં બિલકુલ નથી.તેવા સ્પષ્ટ્ર સંકેત સચિવાલય વર્તુળ માંથી મળી રહ્યા છે ગુજરાત સરકાર દ્રારા નવી જંત્રીનો અમલ હાલના સંજોગોમાં થશે નહીં તેનું મુખ્ય કારણ આગામી વર્ષ ૨૦૨૫–૨૬ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે પરિણામે રાય સરકાર મોટા શહેરોના વિકાસ પર ફોકસ કરશે પરિણામે જંત્રી દરોમાં વધારો આયોજિત પ્રોજેકટસને અસર કરી શકે તેવી પ્રબળ શકયતા હોવાથી નવા જંત્રી દરનો અમલ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application