'એક દેશ એક ચૂંટણી'ને કેબિનેટની મંજૂરી

  • September 18, 2024 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશમાં બધી જ ચૂંટણીઓ એક સાથે જ યોજવાના વન નેશન વન ઈલેકશન પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે આજે મંજુરી આપી દીધી છે. એક દેશ એક ચૂંટણી લાવવા માટે ભાજપ લાંબા સમયથી પ્રયત્નરત હતો અને તે માટે ગયા વર્ષે ભૂતપૂર્વ રાષ્ટ્ર્રપતિ રામનાથ કોવિંદના વડપણ હેઠળ એક સમિતિ બનાવી હતી જેના અહેવાલના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ભાજપે ચૂંટણી ઢંઢેરામાં એક દેશ, એક ચૂંટણીનું વચન આપ્યું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ આગસ્ટના રોજ તેમના ૧૧મા સતત સ્વતંત્રતા દિવસના ભાષણમાં રાજકીય પક્ષોને એક રાષ્ટ્ર્ર, એક ચૂંટણીના લયને પ્રા કરવામાં મદદ કરવા અપીલ કરી હતી. તેમણે વારંવાર ચૂંટણીને દેશના વિકાસમાં અવરોધ ગણાવી હતી. પૂર્વ રાષ્ટ્ર્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ માર્ચમાં રાષ્ટ્ર્રપતિ દ્રૌપદી મુર્મુને એક દેશ, એક ચૂંટણી પર પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. સમિતિએ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાનું સમર્થન કયુ હતું.
એનડીએના ૨૦૧૪–૨૦૨૪ના પ્રથમ બે કાર્યકાળમાં એકલા ભાજપને પૂર્ણ બહત્પમતી મળી હતી. જો કે, આ વખતે ભાજપને ત્રીજી ટર્મમાં માત્ર ૨૪૦ બેઠકો મળી હતી, જે બહત્પમતીના આંકડા કરતાં ઓછી હતી. આના પર મોદી સરકાર ૩.૦માં એનડીએના ઘટકોનું વર્ચસ્વ વધ્યું. ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં એક દેશ, એક ચૂંટણી લાવવાનું વચન આપ્યું હતું.નોંધપાત્ર છે કે ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી 'એક દેશ એક ચૂંટણી'ની વર્ષેાથી તરફેણ કરી રહ્યા હતા.મોદી ઘણી વાર કહી ચૂકયા છે કે જો લોકસભા અન રાયસભાની ચૂંટણી એક સાથે યોજાશે તો તેનાથી સમય અને પૈસા બંનેની બચત થશે. તેમનું કહેવું છે કે વારંવાર ચૂંટણીના કારણે સરકારી વહીવટી કામો પર પણ અસર પડે છે. જો દેશમાં તમામ ચૂંટણીઓ એક સાથે જ થાય તો પક્ષો પણ દેશ અને રાયમાં વિકાસનાં કામો પર વધુ સમય આપી શકે છે. વિરોધ પક્ષો એક દેશ, એક ચૂંટણીનો વિરોધ કરતા રહ્યા છે. તેમનું કહેવું છે કે વર્તમાન બંધારણ હેઠળ તે શકય નથી અને આ માત્ર ભાજપનું નાટક છે.કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને સીપીઆઇ એક દેશ, એક ચૂંટણીના વિચારને વ્યવહારિક નહીં હોવાનું કહીને વિરોધ કરતી રહી છે.

એક સાથે ચૂંટણીથી શું ફાયદો થશે?
– ચૂંટણી પાછળ ખર્ચેલા કરોડો રૂપિયામાંથી બચત
– પુનરાવર્તિત ચૂંટણીઓમાંથી રાહત
– ફોકસ ચૂંટણી પર નહીં પરંતુ વિકાસ પર રહેશે
– આચારસંહિતાની વારંવાર અસરમાંથી રાહત
– કાળું નાણું પણ અંકુશમાં આવશ


સમિતિએ માર્ચમાં રિપોર્ટ સોંપ્યો હતો
વન નેશન–વન ઈલેકશનને લઈને પૂર્વ રાષ્ટ્ર્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં ૨ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ આ વર્ષે ૧૪ માર્ચે રાષ્ટ્ર્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. કમિટીએ ૧૯૧ દિવસ સુધી અનેક નિષ્ણાતો અને રાજકીય પક્ષોના લોકો સાથે ચર્ચા કર્યા બાદ ૧૮ હજાર ૬૨૬ પાનાનો રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં તમામ રાયોની વિધાનસભાઓનો કાર્યકાળ ૨૦૨૯ સુધી લંબાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું, જેથી આગામી લોકસભા ચૂંટણીની સાથે તેમની ચૂંટણી પણ યોજવામાં આવે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application