ગુજરાત રાયના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઇ પટેલએ આજે તા.૦૬–૦૧–૨૦૨૪ના રોજ રાજકોટ પ્રવાસ દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રધુમન પાર્ક ઝૂ ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી.આ તકે તેમણે જણાવ્યું હતું કે રાજકોટ ખરા અર્થમાં વિકાસ કરી રહ્યું છે, રોડ–રસ્તા અને ઝૂ જેવા રમણીય સ્થળો રાજકોટના વિકાસને પ્રદર્શિત કરે છે.
ગુજરાત રાયના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો વિભાગના કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ આજ રોજ રાજકોટનાં પ્રવાસે આવેલ. આ દરમ્યાન તેમણે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રધુમન પાર્ક ઝૂની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ દરમ્યાન મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રીશ્રી અશ્વિનભાઈ મોલિયા, બાગ બગીચા સમિતિ ચેરમેન સોનલબેન સેલારા, કોર્પેારેટરો પરેશભાઈ પીપળીયા, મંજુબેન કુંગશીયા, દેવુબેન જાદવ, શિક્ષણ સમિતિના સભ્ય વિરમભાઈ રબારી, વોર્ડ નં.૬ના પ્રમુખ અંકિતભાઈ દુધાત્રા, વોર્ડ મહામંત્રી અનિલભાઈ ચૌહાણ અને હરેશભાઈ ધંધુકિયા, અગ્રણી ઘનશ્યામભાઈ કુંગશીયા, દિગુભા ગોહિલ, મનસુખભાઈ જાદવ, રાજુભાઈ પાટડીયા તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા સંચાલિત ઝૂની મુલાકાત દરમ્યાન કેબિનેટ મંત્રીએ કહ્યું હતું કે, રાજકોટ ખરેખર વિકાસ તરફ હરણફાળ ભરી રહ્યું છે. રાજકોટનો ખરા અર્થમાં વિકાસ દેખાય છે, રોડ–રસ્તા, પાણી, ગટર વગેરે જેવી બાબતોની સાથોસાથ શહેરનો ઝડપી વિકાસ થાય તે દિશામાં થઇ રહેલી કામગીરી નજરે દેખાય છે. ઈન્ટરનેશનલ એરપોર્ટ, એઇમ્સ, આધુનિક બસ પોર્ટ, રામવન જેવા નજરાણા રાજકોટને મળ્યા છે.
કેબિનેટ મંત્રીએ ઉપસ્થિત મહાનુભાવોની સાથે ઇલેકિટ્રક વાહનોમાં બેસી પ્રધુમન પાર્ક ઝૂની અંદર ભ્રમણ કરી પ્રાણી સંગ્રહાલય અંગે પદાધિકારીઓ અને અધિકારીઓ પાસેથી વિસ્તૃત માહિતી મેળવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસારવાર માટે મળેલા વળતરમાંથી મેડિકલેમ કાપી શકાય નહિ: હાઈકોર્ટ
March 31, 2025 03:27 PMહસ્તગીરી ડુંગર પર લાગેલી ભીષણ આગ બે કાબુ
March 31, 2025 03:24 PMધંધુકા-ફેદરા રોડ પર રાયકા નજીક સર્જાયેલા અકસ્માતમાં બેના મોત
March 31, 2025 03:21 PMટાર્ગેટ પ્લસ એચિવમેન્ટ; મિલ્કત વેરામાં ૪૧૧ કરોડની આવકથી તિજોરી છલકી
March 31, 2025 03:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech