આઠ જિલ્લાઓના સ્પર્ધકો દ્વારા પ્રદેશ કક્ષા કલા મહાકુંભમાં સમાવિષ્ટ ૩૦ કૃતિઓ પૈકીની કૃતિઓ રજુ કરાઈ
:-મંત્રી મુળુભાઈ બેરા:-
દેશના સર્વાંગી વિકાસમાં વિરાસત અને સંસ્કૃતિનું વિશેષ મહત્વ
કલા મહાકુંભના આયોજન થકી તમામ વય જૂથના કલાકારો પોતાની કળા ઉજાગર કરી શકે છે
જામનગર તા.૮ ફેબ્રુઆરી, ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર, કમિશ્નર યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ તથા જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી જામનગર દ્વારા શહેરના ટાઉનહોલ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા કલા મહાકુંભનો પ્રારંભ રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ કરાવ્યો હતો.
આ કાર્યક્રમમાં મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, પૃથ્વી પર જીવન ટકાવી રાખવા મનુષ્યને હવા, પાણી અને ખોરાકની જેટલી જરૂર છે તેટલી જ જરૂર કળા, સંસ્કૃતિ અને સંગીતની પણ છે. યુવાઓમાં રહેલી કળાઓને ઉજાગર કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭થી કલા મહાકુંભની શરૂઆત કરાવવામાં આવી હતી. ત્યારથી દરેક વય જૂથના લોકોને પોતાનામાં રહેલી વિશેષ શક્તિઓ થકી ઓળખ ઉભી કરવાનો મોકો મળ્યો છે. પરંપરાગત રીતે ગ્રામ્ય કક્ષાએ રહેલી સંસ્કૃતિ જાળવી રાખનારા લોકો તેમજ વિવિધ મેળાઓના આયોજનમાં સરકાર પણ સહભાગી થઇ છે. આપણા પરંપરાગત મેળાઓમાં કલાકારો દ્વારા પોતાની કૃતિઓ રજુ કરવામાં આવે છે. રાજ્યમાં અનેક સ્થળો જેવાકે ચોટીલા, ડાકોર, સોમનાથ, શામળાજી, મોઢેરા, અંબાજીમાં કલા ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. વાઈબ્રન્ટ નવરાત્રીના આયોજન થકી ગુજરાતની સંસ્કૃતિને નવી ઓળખ મળી છે. કળા અને વારસાનું જતન કરવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે.
ગુજરાત વિકાસની દ્રષ્ટિએ આગળ વધી રહ્યું છે તેની સાથે વિરાસત જાળવી રાખવા માટે પણ સરકાર દ્વારા અનેક આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. ઐતિહાસિક સંસ્કૃતિને ઉજાગર કરતુ જામનગર છોટીકાશીનું બીરૂદ ધરાવે છે. અહીં યોજવામાં આવેલા સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાના કલા મહાકુંભમાં વિવિધ ૩૦ જેટલી કૃતિઓ જેમાં રાસ, ગરબા,સામુહિક કૃતિઓ, એકપાત્રીય અભિનય, સમૂહ ગીત, લગ્ન ગીત, સાંસ્કૃતિક નૃત્યો, લોકગીત, દુહા છંદ ચોપાઈ વગેરેમાં ભાગ લેનારા સ્પર્ધકોને મંત્રીશ્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી. વિજેતા ટીમો રાજ્યકક્ષાના પ્રોગામમાં ભાગ લેશે.
કલા, ઉપાસના અને સરસ્વતી સાધનામાં પોતાનું જીવન સમર્પિત કરનારા નિર્ણાયકોને મંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં ૮ જીલ્લાઓ જેમાં જામનગર, અમરેલી, ભાવનગર,દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ અને પોરબંદરની ટીમોએ ભાગ લીધો છે. વિવિધ સ્પર્ધાઓનું આયોજન જામનગરના ટાઉનહોલ ઉપરાંત ઓશવાળ ઈંગ્લીશ એકેડમી ખાતે કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech