ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામે સરકારી માધ્યમિક શાળાના બિલ્ડીંગનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા

  • October 02, 2023 11:24 AM 

સાંસદ પૂનમબેન માડમ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા


ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામે સરકારી માધ્યમિક શાળાનું પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સાંસદશ્રી પૂનમબેન માડમ ઉપસ્થિત રહ્યા હતા.


આ તકે કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, આજરોજ અહીં સરકારી માધ્યમિક શાળાના બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. આ શાળામાં બાળકો અભ્યાસ કરી ખૂબ ઉચી કારકિર્દીનું નિર્માણ કરી તેમના ગામ તેમજ સમગ્ર પંથકનું ગૌરવ વધારશે.


વધુમાં જણાવ્યું કે, આજના સમયમાં શિક્ષણનું ઘણું જ મહત્વ છે. માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ખૂબ જ સારું પરિણામ લાવ્યા છે. જેનું કારણ તેમને મળેલું શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષણ છે. બાળકો માત્ર અભ્યાસમાં જ નહિ સાથે સાથે રમત ગમત ક્ષેત્રે પણ આગળ વધે તે જરૂરી છે. આ ઉપરાંત મંત્રીશ્રીએ તા. ૧ ઓકટોબરના રોજ મહાશ્રમદાન કાર્યક્રમ યોજાશે જેમાં આપણે સૌ સહભાગી બનીએ તેમ જણાવ્યું હતું.


આ તકે સાંસદશ્રી પૂનમબેન માડમે  પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આજના સમયમાં શિક્ષણનું ઘણું જ મહત્વ રહેલું છે. શિક્ષણ વગર ભવિષ્ય અંધકારમય છે. આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ છે. ત્યારે દીકરીઓ શિક્ષણ મેળવે તે જરૂરી છે. આ શાળામાંથી બાળકો અભ્યાસ કરી વિવિધ ક્ષેત્રમાં આ પંથકનું ગૌરવભેર પ્રતિનિધિત્વ કરે તેવી શુભકામના પાઠવું છું. આ પ્રસંગે શાબ્દિક સ્વાગત સરપંચશ્રી નારણભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું.

શાળા લોકાર્પણ કાર્યક્રમમાં  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડુમરાણીયા, પૂર્વ ધારાસભ્ય મેરામણ ભાઈ ગોરીયા, જિલ્લા પંચાયતના સદસ્ય જગાભાઈ ચાવડા, જીતેન્દ્રભાઈ કણજારિયા, ભરતભાઈ ચાવડા, પાલાભાઈ કરમુર, સી.આર.જાડેજા, શૈલેષભાઈ કણજારિયા, અનિલભાઈ તન્ના, ગોવિંદભાઈ કનારા, મસરીભાઈ નંદાણીયા, હિતેશભાઈ પિંડારિયા, વિક્રમભાઈ બેલા, કરણાભાઈ વાઢિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application