તમારો એટીટ્યુડ તમારી પાસે રાખો: કેબ ડ્રાઈવરે મુસાફરો માટે બનાવ્યા નિયમો

  • October 14, 2024 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુસાફરો માટેના નિયમોની કેબ ડ્રાઈવરની યાદી હાલ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. જે મુજબ મુસાફરોએ તેમની વાતચીત દરમિયાન નમ્રતા દાખવવી જોઈએ અને સામેની વ્યક્તિનું સન્માન પણ કરવું જોઈએ. અને હા, ડ્રાઈવરને ’ભૈયા’ ના કહો. કેબ ડ્રાઈવર મુસાફરોને યાદ કરાવે છે કે તેઓ વાહનના માલિક નથી. નિયમો સ્પષ્ટપણે જણાવે છે કે, ’કેબ ચલાવનાર વ્યક્તિ તેનો માલિક છે.’
કેબ ડ્રાઈવરે આ નિયમો છાપીને પેસેન્જર સીટની આગળ લટકાવી દીધા છે. તેનાથી કેબમાં બેઠેલા મુસાફરો તેને સરળતાથી વાંચી શકશે. નિયમોના આ વાયરલ લિસ્ટમાં કેબ ડ્રાઈવરે મુસાફરોને એટીટ્યુડ ન બતાવવાનું કહ્યું છે. અને લખ્યું છે, કે તમારો એટીટ્યુડ તમારી પાસે રાખો. મહેરબાની કરીને અમને બતાવશો નહીં કારણ કે તમે અમને વધુ પૈસા ચૂકવતા નથી. આ ડ્રાઈવર વતી કારનો દરવાજો ધીમે બંધ કરવા માંગ પણ કરવામાં આવી છે. વાસ્તવમાં, ડ્રાઇવરો ઘણીવાર ફરિયાદ કરે છે કે મુસાફરો ઘણીવાર ગુસ્સામાં કારનો દરવાજો જોરથી બંધ કરી દે છે. આ ખૂબ જ ખોટું વર્તન છે. મુસાફરો માટે બનાવેલ નિયમોની આ યાદીનો એક મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેબ ડ્રાઈવરે તેને બોલ્ડ અને લાલ કલરમાં લખ્યું છે. તેમાં લખ્યું છે કે, ’નોંધ- ડ્રાઈવરને ઝડપી વાહન ચલાવવાનું ન કહો, પરંતુ તમે જ સમયસર રહો. કેબ ડ્રાઈવરે બનાવેલા આ નિયમોની સોશિયલ મીડિયા પર ખૂબ ચચર્િ થઈ રહી છે. ઘણા યુઝર્સે આના પર સવાલ ઉઠાવ્યા છે જો કે, એવા વપરાશકતર્ઓિ પણ છે જેઓ આ નિયમોને યોગ્ય માને છે અને કેબ ડ્રાઇવરના સમર્થનમાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application