સિવિલ હોસ્પિટલમાં રૂા.૧૦૦૦માં સીટી સ્કેન

  • March 11, 2024 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિટી સ્કેન સેન્ટર શ થતા દર્દીઓને માત્ર .૧૦૦૦માં પ્લેઇન અને કોન્ટ્રાસ બંને રિપોર્ટ એક જ ચાર્જમાં કરી આપવામાં આવશે જેનાથી હોસ્પિટલમાં આવતા દર્દીઓને અનેકગણી આર્થિક રાહત મળી રહેશે . જયારે બીપીએલ કાર્ડમાં પાત્રતા ધરાવતા અને આયુષ્માન કાર્ડ ધારકોને ની:શુલ્ક નિદાન થશે તેમ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.આર.એસ.ત્રિવેદીએ આજકાલ સાથેની વાતચીતમા જણાવ્યું હતું

પીડીયુ સિવિલ હોસ્પિટલમાં એમ.આર.આઈ. મશીન બાદ અધતન ટેકનોલોજી સાથેનું .૬ કરોડથી વધુની રકમનું સીટી સ્કેન મશીન રાય સરકાર દ્રારા આપવામાં આવ્યું છે. તાજેતરમાં વડાપ્રધાન મોદીના હસ્તે રાજકોટ એઇમ્સ અને ઝનાના બિલ્ડિંગ સહિતના લોકાર્પણ અને ખાતમુહર્તના પ્રકલ્પોમાં સીટી સ્કેન સેન્ટરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે વડાપ્રધાનના લોકાર્પણ બાદ પણ દર્દીઓના નિદાન માટે સીટી સ્કેન મશીન સિવિલ હોસ્પિટલનું તત્રં ૧૦થી વધુ દિવસ સુધી શ કરી ન શકતા દર્દીઓને ખાનગી ડાયોસિસ સેન્ટરમાં વધુ પૈસા ચૂકવી નિદાન કરાવવું પડી રહ્યું હતું. આજકાલ દ્રારા દર્દીઓને પડી રહેલી મુશ્કેલી અને સિવિલ તંત્રની ધીમી ગતિની કામગીરી અંગેનો અખબારી અહેવાલ પ્રસિધ્ધ કર્યાના ગણતરીના દિવસોમાં જ સિવિલ હોસ્પિટલ તંત્રએ સીટી સ્કેન મશીન શ કરવા માટેની બાકી તૈયારીઓ પૂર્ણ કરી રેડીયોલોજીસ્ટ ડો. અંજના પટેલની દેખરેખ હેઠળ સીટી સ્કેન સેન્ટર ૨૪૭ શ કરી દેવામાં આવ્યું છે. અને ૨૦થી વધુ દર્દીઓનું નિદાન પણ કરવામાં આવ્યું છે.


સિવિલમાં એમ.આર.આઈ. અને સીટી સ્કેન મશીન માટે માગેલી વર્ષેાથી દરખાસ્ત રાયના આરોગ્ય વિભાગમાં સ્કેન થઇ રહી હતી. આ માટે લાખો દર્દીઓના હિતમાં આજકાલ દ્રારા અખબારી અહેવાલો પ્રસિદ્ધ કરવા ઉપરાંત તત્કાલીન આરોગ્ય સચિવ, આરોગ્ય મંત્રીને બ રજૂઆત પણ કરવામાં આવી હતી. જે બાદ આ પ્રોસીઝર આગળ વધ્યાના ગણતરીના દિવસોમાં સૌ પ્રથમ સિવીલને એમ.આર.આઈ. મશીન મળ્યું હતું અને બાદમાં સીટી સ્કેન મશીન મજુર ફાળવવામાં આવતા સિવિલમાં આવતા દર્દીઓને હવે ખાનગી ડાયોસિસ સેન્ટરમાં ખિસ્સાફાળ લૂંટનો ભોગ નહીં બનવું પડે અને હોસ્પિટલમાં જ રાહતદરે નિદાન થઇ શકશે એક સરખો ચાર્જ રાખવા પાછળનું લોજીક ખાનગી કેટલાક ટ્રસ્ટ સંચાલિત ડાયોસિસ સેન્ટરમાં પ્લેઇન સીટી માટે .૮૦૦ થી ૯૦૦ ની રકમ લેવામાં આવી રહી છે જયારે કોન્ટ્રાસ (એબ્ડોમલ) કોઈ પણ ઓર્ગનનું સીટી કરાવવાનું હોઈ ત્યારે ૧૨૦૦ થી ૭૦૦૦ કે તેથી વધુ સુધીનો ચાર્જ વસુલવામાં આવતો હોઈ છે. જયારે સિવિલ હોસ્પિટલમાં તબીબ દવારા કોઈપણ ઓર્ગન માટેનું સીટી સ્કેન કરાવવામાં આવે તો તેનો પણ .૧૦૦૦ જ ચાર્જ ફિકસ રાખવામાં આવ્યો છે. (ઉદા. ખાનગી ડાયોસિસ સેન્ટરમાં પ્લેઇન સીટીના .૮૦૦ કે ૯૦૦ ચાર્જ લેવામાં આવ્યા બાદ વધુ નિદાન માટે કોન્ટ્રાસ સીટી કરાવવાની જર પડે તો વધારાનો ચાર્જ વસુલવામાં આવે છે. ત્યારે દર્દીને પ્લેઇન સીટી ઉપરાંત કોન્ટ્રાસ માટેનો ચાર્જ મળી ડબલ રકમ ચૂકવવી પડે છે. જયારે સિવિલમાં પ્લેઇન અને કોન્ટ્રાસ માટે દર્દીઓને ફાયદો થાય એ માટે સરકારની સૂચના મુજબ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application