CPનું જાહેરનામું : અષાઢીબીજ પર આ રસ્તા પર વાહનોને નો એન્ટ્રી, રથયાત્રાનો રૂટ જાહેર 

  • June 18, 2023 03:48 PM 



રાજકોટ શહેરમાં મંગળવારે એટલે કે આગામી તા. 20 જૂનનાં અષાઢી બીજ નિમિતે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેર જય જગન્નાથના નાદ સાથે ગુંજી ઉઠશે. ત્યારે રથયાત્રા જગન્નાથ મંદિર કૈલાસ ધામ આશ્રમથી શરૂ થઈ શહેરના વિવિધ માર્ગો પર પસાર થશે. રથયાત્રાના સમગ્ર રૂટ પર 1 કલાક પહેલા તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને “નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યા છે. આ માટે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે ખાસ જાહેરનામું બહાર પાડ્યું છે.
​​​​​​​


આ રૂટ પર યોજાશે ભવ્ય શોભાયાત્રા

નાના મૌવા ગામ મોક્કાજી સર્કલ વૃંદાવન સોસા મેઇન રોડ, ન્યાર સંપ કાલાવાડ રોડ, નીલ દા ધાબા થી પુષ્કર ઘામ મેઇન રોડ, જે.કે. ચૌક, આકાશવાણી ચોક, યુનિ. રોડ, સાધુવાસવાણી રોડ ટી પોઇન્ટ એચ.પી. પેટ્રોલ પંપથી સાધુવાસવાણી રોડ, આલાપ ગ્રીન સીટીથી રૈયા રોડ, બાપાસીતારામ ચોક, રૈયા ચોકડી, હનુમાન મઢી ચોક, આઝાદ ચોક, બામ્રપાલી અંડર બ્રીજ, કિશાનપર ચોક, જીલ્લા પંચાયત ચોક, કુલછાબ ચોક, સદર બજાર મેઇન રોડથી સદર પોલીસ ચોકી, હરીહર ચોક, લીમડા ચોક એસ.બી.આઇ ટી પોઇન્ટ, ત્રીકોણ બાગ ચોક, ઢેબર ચોક, સાંગણવા ચોક, રાજેશ્રી સીનેમા, ભુપેન્દ્ર રોડ શ્રી સ્વામીનારયણ મંદિરથી ભુપેન્દ્ર રોડ ટીપોઇન્ટ પેલેસ રોડ, ગુંદાવાડી પોલીસ ચોકી, કેનાલ રોડ બોમ્બે આર્યન થી કેવડાવાડી મેઇન રોડ, પવનપુત્ર ચોક, સોરઠીયાવાડી સર્કલ, કોઠારીયા રોડ મેઇન રોડ, સુતા હનુમાન, નીલકંઠ ટોકીઝ, દેવપરા ચોક, આંબેડકર ભવનથી સહકાર મેઇન રોડ, ત્રીશુલ ચોક, ડેબર કોલોની, ઢેબર રોડ પી.ડી.ખેંમ, ફાટક થઇ પી.ડી.એમ. કોલેજ થઇ સ્વામીનારાયણ ચૌર્ક, કૃષ્ણનગર મેઇન રોડ, આનંદ બંગલા ચોક, મવડી મેઇન રોડ, મવડી ફાયર બ્રીગેડથી માયાણી ચોક, રાજનગર ચોકથી, નાના મૌવા મેઇન રોડ, નાના મૌવા સર્કલ, પ્રતિલોક પાર્ટી પ્લોટ, અજમેરા શાસ્ત્રીનગર, નાના મૌવા ગામ થી કૈલાસ ધામ નીજ મંદિર ખાતે આવી પરત આવી પુર્ણ થશે આ રૂટના રોડ ઉપર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને નો-પાર્કિંગ (આ રથયાત્રા સાથે જોડાયેલ અને સરકારી વાહનો સિવાય) જાહેર કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application