શુક્રવારે ૧,૦૧૦ પરિવારને ઘરનું ઘર આપશે સીએમ

  • December 11, 2024 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી તા.૧૩ ડિસેમ્બરને શુક્રવારે રાજકોટ આવી રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે કુલ .૭૯૩.૪૫ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત થનાર છે જેમાં શહેરના પોપટપરા અને રેલનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્મિત ૧૦૧૦ આવાસોની લાભાર્થીઓને ફાળવણી કરવાનો ડ્રો રેસકોર્સ મેદાન ખાતે મુખ્યમંત્રીના હસ્તે થશે. દરમિયાન ગત સાંજે મુખ્યમંત્રીના ઉપરોકત કાર્યક્રમના અનુસંધાને મેયર, સ્ટે.ચેરમેન અને મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં તમામ અધિકારીઓ તેમજ પદાધિકારીની સંયુકત પ્લાનિંગ મિટિંગ યોજાઇ હતી. લાંબા સમયથી રાહ જોઇ રહેલા ઘર વિહોણા ગરીબો અને મધ્યમ વર્ગના પરિવારોને મુખ્યમંત્રીના હસ્તે ડ્રો યોજી આવાસની ફાળવણી થશે.
રાજકોટ મહાપાલિકા દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત .૧૧૯.૦૫ કરોડના ખર્ચે ટી.પી. ૧૯ (રાજકોટ) એફ.પી.૧૨–એ તથા ૧૨–બી ઉપર રેલનગર વિસ્તારમાં ઇડબ્લ્યુએસ–૨ પ્રકારના ૧૦૧૦ આવાસોની કામગીરી કાર્યરત છે. આવાસ યોજનાઓ ઇન્ટીગ્રેટેડ ઇન્કલુઝીવ પ્રકારની બનાવવામાં આવેલ છે. જેમાં આવાસોની આંગણવાડી તેમજ શોપિંગ સેન્ટરનું નિર્માણ પણ કરવામાં આવેલ છે. જેથી નાગરિકોને રોજ–બરોજની જીવન જરિયાતની વસ્તુઓ નજીકના વિસ્તારમાં મળી રહે. ઉપરોકત આવાસ યોજનામાં કોમન લાઈટીંગ માટે ફ ટોપ સોલાર સિસ્ટમની વ્યવસ્થા, પાણીની લાઈન, ડ્રેનેજ સિસ્ટમ, ગેસ પાઈપલાઈન, વીજ કનેકશન, લાઈટીંગ અરેસ્ટર, ઓટો ડોર લીટ (ફાયર તથા કોમન), રેઇન વોટર હાર્વેસ્ટિંગ, બિલ્ડીંગ દીઠ ઓટો ડીજી જનરેટર સેટસ, ફાયર ટેંક તથા ફલપ્રૂફ ફાયર સીસ્ટમ, સિકયોરીટી મ, ચિલ્ડ્રન પ્લે એરિયા (રમત–ગમ્મત ના સાધનો સાથે) વિગેરેની સુવિધા, હોલ, બેડમ તથા રસોડામાં વિટ્રીફાઈડ ટાઈલ્સ ફલોરિંગ, રસોડામાં માર્બલ સેન્ડવીચ પ્લેટફોર્મ તથા વોલ ટાઈલ્સ તેમજ વોશ એરિયા તથા ટોઇલેટ–બાથમમાં વોલ ટાઈલ્સ, તમામ બારીઓમાં એલ્યુમીનીયમ સેકશન તથા ગ્રીલ, વોટર પૃફ લશ ડોર (લેમિનેટ સાથે) તેમજ ટોઇલેટ–બાથમમાં પીવીસી દરવાજા, બિલ્ડીંગની છત ઉપર વોટર પ્રુફીંગ ટ્રીટમેન્ટ સાથેનું ચાઈના મોઝેક ફલોરિંગ, પૂરતા પ્રમાણમાં પાકિગની વ્યવસ્થા, આકર્ષક એન્ટ્રી ગેઇટ, બિલ્ડીંગની બહાર આકર્ષક કલર કામ તથા ટ્રી–પ્લાન્ટેશન જેવી સુવિધાઓ આપવામાં આવનાર છે. ઉપરોકત આવાસનો ડ્રો આગામી તા.૧૩ના મુખ્યમંત્રીના હસ્તે રેસકોર્ષમાં થશે. મુખ્યમંત્રીના હસ્તે યોજાનાર આ કાર્યક્રમમાં ઉમટી પડવા શહેરીજનોને અનુરોધ કરાયો છે.
રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પો પૈકી .૫૬૯.૧૯ કરોડના ચાર પ્રકલ્પોના લોકાર્પણ તથા .૨૨૪.૨૬ કરોડના જુદા જુદા ૫૬ પ્રકલ્પોના ખાતમુહર્ત તેમજ રાજકોટ મહાનગરપાલિકાના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણાધિન ૧.૫ બીએચકેના ૧૦૧૦ આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈડ ડ્રો તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના ઇડબ્લ્યુએસ–૨ કેટેગરીના ખાલી ૨૧૦ આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઇડ ડ્રો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે કરવા તા.૧૩ને શુક્રવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે વોર્ડ નં.૨માં આવેલ રેસકોર્ષ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે કાર્યક્રમના આયોજનના ભાગપે મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને પદાધિકારીઓ અને અધિકારીઓની મીટિંગ યોજાઇ હતી.જેમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ કિલયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, નાયબ મ્યુનિસિપલ કમિશનર સી.કે. નંદાણી, રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના સી.ઇ.એ. જી.વી. મિયાણી અને મહાપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application