ઉત્તર પ્રદેશના બહરાઈચમાં રવિવારે દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન થયેલી હિંસામાં એક યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવ્યા બાદ સ્થિતિ તંગ બની ગઈ હતી.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજધાની લખનૌમાં બહરાઇચ હિંસામાં માર્યા ગયેલા રામ ગોપાલ મિશ્રાના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન રામગોપાલના પિતા, માતા અને પત્ની હાજર હતા. સીએમ યોગીની ઓફિસમાં પરિવારના સભ્યો ઉપરાંત મહસીના ધારાસભ્યો પણ હાજર હતા. વૃદ્ધ માતા-પિતાએ પુત્ર ગુમાવ્યાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. સીએમ યોગી આદિત્યનાથે મીટિંગનો ફોટો શેર કરીને આ જાણકારી આપી હતી.
સીએમ યોગીએ સોશિયલ મીડિયા સાઇટ પર લખ્યું આ દુઃખની ઘડીમાં ઉત્તર પ્રદેશ સરકાર સંપૂર્ણ સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતા સાથે પીડિત પરિવાર સાથે ઉભી છે.
સીએમએ લખ્યું- નિશ્ચિંત રહો, પીડિત પરિવારને ન્યાય અપાવવો એ યુપી સરકારની ટોચની પ્રાથમિકતા છે. આ અત્યંત નિંદનીય અને અક્ષમ્ય ઘટનાના ગુનેગારોને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationB12ની ઉણપ દૂર કરવા પીવાનું શરુ કરો આ ડ્રિંક
April 04, 2025 01:32 PMચાહકોની આતુરતાનો અંત: હેરા ફેરી 3' નું શુટિંગ શરુ
April 04, 2025 12:52 PMશ્રદ્ધા કપૂરને આ 6 ફિલ્મ નકારવાનો ભારે પસ્તાવો
April 04, 2025 12:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech