દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીની બસોમાં મફત મુસાફરીને લઈને મોટી જાહેરાત કરી છે. દિલ્હીની બસોમાં મહિલાઓ બાદ હવે ટ્રાન્સજેન્ડરો પણ ડીટીસી બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું છે કે, આપણા સામાજિક વાતાવરણમાં ટ્રાન્સજેન્ડર સમુદાયની મોટાભાગે ઉપેક્ષા કરવામાં આવે છે. આવું ન થવું જોઈએ, તેઓ પણ મનુષ્ય છે અને તેમને પણ સમાન અધિકાર છે. દિલ્હી સરકારે નિર્ણય લીધો છે કે, હવે ટ્રાન્સજેન્ડર સમુદાય માટે પણ દિલ્હી બસોમાં મુસાફરી સંપૂર્ણપણે મફત હશે. ટૂંક સમયમાં તેને કેબિનેટ દ્વારા પસાર કરવામાં આવશે અને તેનો અમલ કરવામાં આવશે. મને પૂરી આશા છે કે કિન્નર સમુદાયના લોકોને આ નિર્ણયથી ઘણો ફાયદો થશે.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષનું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી કૈલાશ ગેહલોતે જાહેરાત કરી હતી કે, દિલ્હી સરકારની સરકારી બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરીની સુવિધા અને વરિષ્ઠ નાગરિકો માટે તીર્થયાત્રા યોજના નાણાકીય વર્ષ 2023-24 સુધી ચાલુ રહેશે. મંત્રીએ કહ્યું હતું કે, આ વર્ષે સમાજ કલ્યાણ વિભાગ માટે કુલ ₹4,744 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાંથી વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, અપંગ અને વંચિત વર્ગો સહિત 8.82 લાખ લાભાર્થીઓના પેન્શન માટે ₹2,962 કરોડની દરખાસ્ત કરવામાં આવી છે.
DTC અને ક્લસ્ટર બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરીની સુવિધા 29 ઓક્ટોબર, 2019થી શરૂ થઈ હતી. 2021-22 દરમિયાન, મહિલા મુસાફરોએ DTCમાં 13.04 કરોડ મફત મુસાફરી અને ક્લસ્ટર બસોમાં 12.69 કરોડ મફત મુસાફરીનો લાભ લીધો હતો. નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન, DTCમાં દૈનિક સરેરાશ મુસાફરોની સંખ્યા 15.62 લાખ હતી અને ક્લસ્ટર બસોમાં 9.87 લાખ હતી.
ગેહલોતે કહ્યું હતું કે, સરકાર વરિષ્ઠ નાગરિકોને “મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના” હેઠળ અયોધ્યા, વારાણસી, દ્વારકાધીશ, પુરી અને અજમેર શરીફ સહિત 15 સ્થળોએ તીર્થયાત્રા પર લઈ ગઈ હતી. વિવિધ સબસિડી માટે દિલ્હી સરકારનું બજેટ ₹4,788 કરોડ હોવાનો અંદાજ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech