રાજકોટના જેતપુરમાં સેન્ટ ફ્રાન્સિસ ગ્રાન્ટ એઇડ સ્કૂલમાં ફાધરે વિદ્યાર્થીને ઢીબી નાખ્યાના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, ફાધર વિદ્યાર્થીને 8 સેકન્ડમાં 7 લાફા ઝીંકી દે છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના એક અઠવાડિયા પહેલાની છે. પરંતુ સીસીટીવી સામે આવતા રાજકોટ ડીઇઓએ તપાસ હાથ ધરી છે.
સીસીટીવીમાં શું દેખાય છે
તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે
વિદ્યાર્થીને વાલી દ્વારા કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી કે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ કોઈ જ ફરિયાદ મળી નથી. પરંતુ વિદ્યાર્થીને બેફામ મારવામાં આવતો હોવાના સીસીટીવી રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી સુધી પહોંચતા તેમના દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જે બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ વિદ્યાર્થી કોણ હતો? તે તપાસનો વિષય
આ અંગે રાજકોટના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે કે, જેતપુરની સેન્ટ ફ્રાન્સિસ ગ્રાન્ટેડ સ્કૂલમાં ફાધર દ્વારા કોઈ વિદ્યાર્થીને માર મારવામાં આવતો હોવાના સીસીટીવી મને મીડિયાના માધ્યમથી મળ્યા છે. જેથી આ ઘટના અંગે એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને તપાસ આપવામાં આવી છે. જોકે આ ઘટના એક અઠવાડિયા પહેલાંની એટલે કે 16 જાન્યુઆરીની હોવાનું જાણવા મળ્યું છે. આ વિદ્યાર્થી કોણ હતો? ક્યાં ધોરણમાં અભ્યાસ કરતા હતો? અને ફાધર દ્વારા શા માટે માર મારવામાં આવ્યો તે અંગે તપાસ બાદ જ ખ્યાલ આવશે. જોકે એક અઠવાડિયા બાદ પણ આ ઘટનામાં હજુ સુધી મને વાલીની ફરિયાદ મળી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech