મોરબીમાં સગીર સાથે સૃષ્ટ્રિવિદ્ધનું કૃત્ય બાદ હત્યામાં સીબીઆઈએ ૯ વર્ષ બાદ ફરિયાદ નોંધી

  • September 07, 2024 10:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૫ સપ્ટેમ્બના રોજ ગુજરાતના મોરબી જીલ્લામાં નવ વર્ષ પહેલા શાળાના એક વિધાર્થી સાથે કથિત રીતે કુકર્મ અને બાદમાં તેની હત્યા મામલે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ એફઆઈઆર નોંધી છે. આ અંગે ગુવારે અધિકારીઓએ જાણકારી આપી છે. ગુજરાત હાઈકોર્ટે રાજકોટના ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી) પર શંકાસ્પદ અને ગુનેગારની ઓળખ કરવા અથવા ગુના અંગે યોગ્ય રીતે જાણ મેળવવામાં અસમર્થતાનો આરોપ લગાવતા આ વર્ષે ૧૬ ઓગસ્ટના સીબીઆઈને આ મામલે તપાસ કરવાની જવાબદારી સોંપી હતી અને તેમના સૂચન પર તપાસ એજન્સીએ એફઆઈઆર નોંધી છે.
આ મામલો મોરબીની એક શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીનો છે. તે ૧૫ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ શાળાએથી પરત ફર્યેા ન હતો. જે બાદ તેમના પિતાએ પુત્રની શોધ માટે શાળાના ટ્રસ્ટી પાસે ગયા, પરંતુ તેમણે કહ્યું કે, તમામ વિધાર્થીઓ પહેલેથી જ શાળા છોડી ચાલ્યા ગયા છે. ત્યારે સગીરના મિત્રોએ પુષ્ટ્રિ કરી કે, તેઓ બધા લગભગ ૧૨:૧૫ કલાકે શાળામાંથી નીકળી ગયા હતા.
યારે શાળાના ટ્રસ્ટીને ફરીથી પૂછવામાં આવ્યું ત્યારે તેમને મૃતકના પિતાને જણાવ્યું કે, એક ચોક્કસ જ્ઞાતિના વિધાર્થીઓએ કહ્યું હતું કે વિધાર્થી કોઈની સાથે 'એકિટવા કે પ્લેઝર' મોટરસાઇકલ પર બેસીને ચાલ્યો ગયો હતો.
વિધાર્થી અંગે જાણકારી ન મળતા મોરબીના એક પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધવામાં આવ્યો. તેના ત્રણ દિવસ બાદ સગીરનો શબ મચ્છુ ડેમ પાસેથી મળી આવ્યો.
કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે છોકરાની સાથે સૃષ્ટ્રિવિદ્ધનું કૃત્ય કર્યા બાદ તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. રિપોર્ટ આવ્યા બાદ પોલીસે આ કેસમાં હત્યા અને સૃષ્ટ્રિવિદ્ધના કૃત્યની કલમ ઉમેરી હતી. ત્યારે તપાસથી સંતોષ ન થતાં પિતાએ ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યેા હતો.
જસ્ટિસ હસમુખ ડી. સુથારે જણાવ્યું હતું કે, અરજીકર્તા (પીડિતાના પિતા)એ સ્વામિનારાયણ મંદિરના મહંતોને લઈને ચિંતા વ્યકત કરી છે. કારણ કે, તેમનો પુત્ર ત્યાં પૂજા કરવા જતો હતો. જો કે, તપાસ અધિકારીએ આ દિશામાં તપાસ કરી ન હતી, જેના કારણે હાલ અરજી દાખલ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, ગુનાની ગંભીરતા અને ગુના અંગે જાણકારી મેળવવામાં પોલીસની અસમર્થતા અને તપાસમાં કોઈ સાર્થક પરિણામ ન આવતાંને નવ વર્ષથી વધુનો સમય વીતી ગયો હોવાને કારણે પોલીસને આ મામલાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને સોંપવાનું સૂચન કયુ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application