સીબીઆઈ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તિહાર જેલમાંથી ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈએ સોમવારે તિહાર જેલમાં અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરી અને એક્સાઈઝ પોલિસી કેસ સાથે સંબંધિત તેમનું નિવેદન નોંધ્યું. સીબીઆઈને આવતીકાલે અરવિંદ કેજરીવાલને સંબંધિત ટ્રાયલ કોર્ટમાં રજૂ કરવાની મંજૂરી પણ મળી ગઈ છે. આવતીકાલે (બુધવારે) તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
અરવિંદ કેજરીવાલની અગાઉ એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ 21 માર્ચે થઈ હતી. ત્યારથી તે તિહાર જેલમાં છે. જામીન અંગેનો તેમનો કેસ હવે સુપ્રીમ કોર્ટમાં છે. CBIએ સોમવારે તિહાર જેલમાં તેમની પૂછપરછ કરી હતી. તેમની ધરપકડ બાદ CBI કેજરીવાલને કોર્ટમાં રજૂ કરશે.
ભાજપ સીબીઆઈ સાથે મળીને રચી રહ્યું છે ષડયંત્ર
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજયનું નિવેદન પણ આવ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપની કેન્દ્ર સરકાર અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ મોટું ષડયંત્ર રચી રહી છે. અરવિંદ કેજરીવાલને બનાવટી કેસમાં પકડવા માટે સીબીઆઈ દ્વારા ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech