ભેસાણમાં ખેત ઓજાર બનાવતા વેપારીની જાણ બહાર સીએ ઓફિસના કર્મચારીએ અન્ય પેઢીના નામે સિમેન્ટના ખોટા બિલ બનાવીને ૨૧ લાખની જીએસટી ક્રેડિટ આપી તેના બદલામાં કમિશન મેળવી વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદમાં પોલીસ અને જીએસટી બંને વિભાગ દ્રારા તપાસ શ કરવામાં આવી છે સમગ્ર મામલે જીએસટી એ પેઢીનો નંબર સસ્પેન્ડ કરી દીધો છે અને પોલીસ તત્રં દ્રારા બોગસ બીલિંગ મામલે બાંધકામ પેઢીઓની તપાસની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર બનાવવામાં ૬૦ લાખથી વધુની વેરા ચોરી થયાનું અનુમાન સેવાઈ રહ્યું છે અને વધુ મોટા મગરમચ્છો પણ સંડોવાયેલા હોવાનું અનુમાન વ્યકત કરાયું છે.
ભેસાણના અક્ષરધામ સોસાયટીમાં રહેતા વિપુલભાઈ આસોડિયા ટ્રેકટરની ટ્રોલી અને અન્ય ખેડૂત ઓજાર બનાવે છે અને જીએસટી નું લગતું કામ સીએ અજયભાઈ મારફત કરાવતા હતા અજયભાઈની ઓફિસમાં ચણાકા નો ચિત માંડવીયા નામનો યુવક કામ સંભાળતો હતો.તેની પાસે વિપુલભાઈના જીએસટીના પાસવર્ડ અને આઇડી રહેતા હતા ચિત દર મહિને જીએસટી ને લગતી એન્ટ્રી આપતો હતો.૩ સપતા પહેલા વિપુલભાઈએ જીએસટીને લગતા કામ માટે ફોન કર્યેા હતો અને ત્યારબાદ તેનો ફોન બધં આવતો હતો. ચિતને કર્ણાટક પોલીસ કોઈ ફ્રોડ કર્યેા હોવાથી લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું ત્યાંથી ચિત પરત આવી ગયા બાદ વિપુલભાઈએ તેના પાસવર્ડ અને આઈડી મેળવી અન્ય સીએ પાસે તપાસ કરાવતા વિપુલભાઈ ની પેઢીના નામે સિમેન્ટના ખોટા બિલ દર્શાવી તેના આધારે ૨૧.૬ લાખની જીએસટી ક્રેડિટ અન્ય પેઢીને આપી હોવાનું જાણવા મળ્યું હતું અને કમિશન મેળવ્યું હતું. સમગ્ર મામલે ભેસાણ ના વેપારીની જીએસટી ક્રેડિટ બોગસ બિલના આધારે કમિશન મેળવવાની ફરિયાદ અને વિશ્વાસઘાતની ફરિયાદ મામલે ભેસાણ પોલીસ ઉપરાંત જીએસટી વિભાગ એ પણ તપાસમાં ઝંપલાવ્યું છે.બોગસ જીએસટી નંબર સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને આ કેસમાં જૂનાગઢના બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલી અમુક પેઢી પણ પોલીસ અને જીએસટીના રડારમાં છે.
ફરિયાદ બાદ જીએસટી વિભાગની મદદ પોલીસે લીધી હતી અને બોગસ બિલ બનાવવામાં આવ્યા છે તે ખોડીયાર ડેવલોપર્સ નામની પેઢીનો જીએસટી નંબર પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે યારે અન્ય પાંચ પેઢીના વ્યવહારો અંગે તપાસ કરવામાં આવી રહી છે. સિમેન્ટના બોગસ બિલ બનાવવામાં લે જૂનાગઢની અમુક પેઢીઓ પણ શંકા ના પરિઘમાં આવી છે. પોલીસ દ્રારા ચિત માંડવીયાને ઝડપી લીધો છે અને ઐંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી છે. સૂત્રોમાંથી પ્રા વિગત મુજબ પેઢીની ક્રેડિટ લઈ અંદાજે ૬૦લાખથી વધુની જીએસટી ચોરી થઈ છે અને પોલીસ અને જીએસટી વિભાગ દ્રારા આવી પેઢીના વ્યવહારની ચકાસણી શ કરવામાં આવી છે
અન્ય ચાર પેઢી સાથે પણ છેતરપિંડી
ચિતે વિપુલભાઈ આસોડિયાની પેઢીના નામે જે રીતે જીએસટી ક્રેડિટ અન્ય પેઢીને આપી કમિશન મેળવી લીધું એ રીતે જ ભેસાણની માધવ ઇલેકટ્રીક એન્ડ એન્જિનિયરિંગ, ગોપી સિમેન્ટ, ભેસાણ ફર્ટિલાઇઝર અને ગોપી એગ્રો સાથે પણ છેતરપિંડી કરી છે આ પેઢી સાથે આ રીતે છેતરપિંડી થયાનું વિપુલભાઈ ને જાણવા મળ્યું છે જેથી હજુ સમગ્ર મામલે ઐંડાણપૂર્વકની તપાસ થાય તો અન્ય પેઢીની સાથે પણ છેતરપિંડી થવાની શકયતા નકારી શકાતી નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટેકાના ભાવે ચણા અને રાયડાના રજિસ્ટ્રેશન રદ બાબતે કિસાન કોગ્રેસના ચેરમેન પાલ આંબલીયાએ લખ્યો પત્ર
March 31, 2025 01:21 PMનિકાવામાં ઈદ ઉલ ફીત્રની શાનદાર ઉજવણી
March 31, 2025 01:16 PMરામનવમીના પારણા અંતર્ગત લોહાણા જ્ઞાતિ સમુહ ભોજનનું ભવ્ય આયોજન
March 31, 2025 01:15 PMધારાસભ્ય કાંધલ જાડેજા એ કર્યા ભગવાન શનિદેવના પૂજન અર્ચન
March 31, 2025 01:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech