પહેલાં બાયજૂઝ અને હવે પેટીએમ, અર્થતંત્રના ઝળકતા સિતારા કહેવાતા આ બન્ને સ્ટાર્ટ-અપ્સ કેમ વધુને વધુ મુશ્કેલીમાં ફસાઈ રહ્યાં છે? પેટીએમ તાજેતરના સમયમાં ભારતીય સ્ટાર્ટ-અપ્સની સફળતાનું સૌથી મોટું ઉદાહરણ હતી, પરંતુ હવે આ પેમેન્ટ્સ બેન્ક બંધ થવાના આરે આવી ગઈ છે. ભારતમાં ડિજિટલ ઇકોનોમીની ગતિ પર સવાર આ સ્ટાર્ટ-અપની સફળતાની કહાણી હવે નબળી પડી રહી હોવાનું કારણ આખરે શું છે? ભારતમાં સ્ટાર્ટ-અપ્સની સફળતામાં રસ ધરાવતા લોકોના મનમાં આજે આવા જ સવાલ થઈ રહ્યા છે. પહેલાં પેટીએમની વાત કરીએ. પેટીએમની પેમેન્ટ્સ બેન્ક નિયમોના ઉલ્લંઘન સંબંધી મામલામાં ફસાઈ ગઈ છે. કેવાયસીના વ્યાપક ઉલ્લંઘનને કારણે પેટીએમમાં મની લોન્ડરિંગની શંકા સર્જાઈ છે. એ શંકાને કારણે રિઝર્વ બેન્કે પેટીએમ પેમેન્ટ્સ બેન્કની મોટાભાગની કામગીરી પર પ્રતિબંધ લાદ્યો છે. પેટીએમ પેમેન્ટ્સ બેન્કને પહેલી માર્ચ, ૨૦૨૪થી નવી ડિપોઝીટ લેવાની, ફંડ ટ્રાન્સફરની અને નવા ગ્રાહક બનાવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. રિઝર્વ બેન્કે પેટીએમને એક ઑડિટ ફર્મની નિમણૂક કરવાનો આદેશ આપ્યો છે, જેથી ગડબડની માહિતી મેળવી શકાય. પેટીએમ પેમેન્ટ્સ બેન્કમાં અનેક ગડબડ હોવાનું બહાર આવ્યું છે. આ મામલાના જાણકાર લોકોના જણાવ્યા મુજબ, તેના લાખો અકાઉન્ટ્સમાં કેવાયસી કરવામાં આવ્યું ન હતું. લાખો અકાઉન્ટનું પેન વેલિડેશન ફેઈલ થઈ ગયું હતું અને હજારો અકાઉન્ટ્સનો પેન નંબર એક જ હતો. વાસ્તવમાં પેટીએમની સમસ્યા ૨૦૨૨માં તેનો આઈપીઓ લોન્ચ થયા પછી જ શરૂ થઈ ગઈ હતી. પેટીએમે તેનું કામકાજ ૨૦૧૦માં શરૂ કર્યું હતું, પરંતુ નરેન્દ્ર મોદી સરકારે નવેમ્બર-૨૦૧૬માં નોટબંધીની જાહેરાત કરી ત્યારથી તેની વોલેટ સર્વિસને વેગ મળ્યો હતો. રિઝર્વ બેન્કના આકરા રેગ્યુલેશનને કારણે અનેક કંપનીઓ પોતાના લાયસન્સ સરેન્ડર કરીને આ બિઝનેસમાંથી બહાર નીકળી રહી છે, એવો સવાલ પત્રકારોએ મે, ૨૦૧૬માં પેટીએમ પેમેન્ટ્સ બેન્કના લોન્ચિંગ વખતે તેના સ્થાપક વિજય શેખર શર્માને પૂછ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે કોઈ અડચણ નહીં આવે ત્યાં સુધી પેટીએમનો શાનદાર પ્રવાસ ચાલુ રહેશે. પેટીએમ પેમેન્ટ્સ બેન્કને જાન્યુઆરી, ૨૦૧૭માં લાઇસન્સ મળ્યું હતું અને એ જ વર્ષે મેમાં તેણે કામકાજ શરૂ કરી દીધું હતું. એ દરમિયાન ચીનની વિરાટ ટેકનોલોજી કંપની અલીબાબા અને જાપાની રોકાણકાર કંપની સોફ્ટબેન્કના ફંડિંગને લીધે પેટીએમની પેરન્ટ કંપની વન૯૭ કમ્યુનિકેશન ફાઈનાન્શિઅલ સેક્ટરની અત્યંત શક્તિશાળી કંપની બની ગઈ હતી. જોકે, સાત વર્ષ પછી જ પેટીએમની શાનદાર સફળતાના માર્ગમાં અડચણ આવી. વાસ્તવમાં પેટીએમની સમસ્યા ૨૦૨૨માં તેનો આઈપીઓ લોન્ચ થયા પછી જ શરૂ થઈ ગઈ હતી. માર્ચ, ૨૦૨૨માં તેનો આઈપીઓ લોન્ચ થયાના થોડા દિવસોમાં તેના શેરનો ભાવ રૂ. ૨૧૫૦ની લિસ્ટિંગ પ્રાઈસથી ઘટીને એક ચતુર્થાંશ થઈ ગયો હતો. એ સમયે પણ રિઝર્વ બેન્કે પેટીએમની પેમેન્ટ્સ બેન્કને નવા ગ્રાહકો બનાવવા તાત્કાલિક અસરથી મનાઈ ફરમાવી હતી. પેમેન્ટ્સ બેન્કે અલીબાબાને મહત્ત્વની માહિતી લીક કરી હોવાનું કહેવામાં આવતું હતું. એ સમયે પેટીએમમાં અલીબાબાની ૨૭ ટકા ભાગીદારી હતી. હવે ફરીવાર પેટીએમના શેરના ભાવમાં ધડાધડ ઘટાડો થઈ રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech