ઉત્તર સિંધ પંચાયત દ્વારા બાય-બાય નવરાત્રિ કાર્યક્રમ સંપન્ન

  • October 28, 2023 10:11 AM 

વિજેતા મેગા પ્રિન્સ-પ્રિન્સેસને રોકડ પુરસ્કારો એનાયત કરાયા


ઉત્તર સિંઘ પંચાયત દ્વારા આયોજિત સતત બીજા વર્ષે સર્વ સિંધી સમાજ માટે બાય-બાય નવરાત્રિનું ભવ્ય આયોજન સુમેર ક્લબમાં તા. ૨૫/૧૦/20૨૩ ના કરવામાં આવેલ હતું. જેમાં આશરે ૩૦૦૦ લોકોની હાજરીમાં ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા અને મોડી રાત્રિ સુધી મેગા ફાઇનલનું આનંદઉત્સાહ પૂર્વક સંપન થયેલ હતું.



આ ભવ્ય આયોજનમાં જામનગરના મેયર વિનોદભાઈ ખીમસર્યા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિમલ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિશ્નાબા સોઢા, સાસક પક્ષના નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા, કોર્પોરેટર બબીતાબેન મુકેશ લાલવાણી, સિંધી સમાજના યુવા અગ્રણી મનીષ રોહેરા, યુવા ઉદ્યોગપતિ દિનેશ દયાણી, સિંધી સમાજના અગ્રણી કમલેશ વધવા ઉપસ્થિત રહેલ હતા.



આ આયોજનના મુખ્ય સ્પોન્સર સિદ્ધનાથ કોર્પોરેશનના દિનેશ દયાણી, કિશોર દયાણી, વધવા પરિવાર તેમજ સિંધી  સમાજના અગ્રણીઓ હાજર રહેલ હતા. આ આયોજનના આકર્ષણની વાત એ છે કે, આ ગરબા મહોત્સવમાં હજારોના રોકડ પુરસ્કારો આપવામાં આવે છે અને શિસ્તબધ આયોજનના કારણે  બાય-બાય નવરાત્રીની ખેલૈયાઓને આખું વર્ષ રાહ જોતા હોય છે.


આજના મેગા પ્રિન્સ - મેગા પ્રિન્સેસ થયેલ હતા જેને રૂપિયા ૨૫-૨૫ હજારના રોકડ પુરસ્કાર એનાયત કરાયા હતા. મુખ્ય મહેમાન અને મેગા આયોજન દાતા દ્વારા અન્ય વિજેતાઓને પણ રોકડ પુરસ્કારો એનાયત કરવામાં આવેલ હતા. આ આયોજન સફળ બનાવા સતત એક મહિનાની મહેનતથી ઉત્તર સિંઘ પંચાયતના પ્રમુખ હરેશ ગનવાણી,  સેક્રેટરી મયુર જેસાણી અને ટીમ દ્વારા આયોજિત બાય-બાય નવરાત્રીને સફળ બનાવેલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application