કોર્પોરેશનની ફુડશાખા દ્વારા જી.જી. હોસ્પીટલ સહિત અનેક સ્થળોએ ચેકીંગ

  • July 31, 2023 01:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખાદ્ય પદાર્થના ૨૨ સેમ્પલો લેવાયા : સેમ્પ્લો લઇ લેબમાં મોકલી અપાયા

જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતા ભોજન તૈયાર કરવા માટેના રસોડામાં ચેકિંગ કરવામાં આવ્યુ હતું, અને ખાદ્ય ના ૨૨ જેટલા નમુના એકત્ર કરીને પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
જામનગર મહાનગરપાલિકા ના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા જી.જી હોસ્પિટલના સરકારી રસોડા વિભાગ માંથી  કુલ ૨૨ જેટલા તૈયાર ખાદ્ય પદાર્થ ના સર્વેલન્સ નમુના લઈ પરીક્ષણ અર્થે ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યા.
મ્યુ. કમિશ્નર બી.એન. મોદીની સુચનાથી ફુડશખા દ્વારા જી.જી. હોસ્પીટલમાં આજે સધન ચેકીંગ કરવામાં આવ્યુ હતું એટલું જ નહી રસોડામાં જઇને ૨૨ વસ્તુઓના સૈમ્પલ લેવામાં આવ્યા હતા જો કે લાંબા સમય બાદ જી.જી. હોસ્પીટલમાં આ સેમ્પલોનું ચેકીંગ કરવામાં આવ્યુ હતું આ તમામ નમુનાઓને લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા.
જેમાં બટેટા રીંગણાનું શાક, જીરા રાઈસ, મગ મસાલા, દાળફ્રાય, રોટલી, સલાડ, દૂધ (પેક), ઘી (પેક), સીંગતેલ (પેક), મરચું પાઉડર (પેક),  ધાણાજીરું (પેક), હળદર (પેક), ગરમ મસાલો (પેક), હિંગ (પેક), ગાઠીયા (પેક),     સેવ મમરા (પેક), મોનેકો બિસ્કીટ (પેક),પાર્લેજી બિસ્કીટ (પેક), ક્રેક ઝેક બિસ્કીટ (પેક), ૨૦-૨૦ બિસ્કીટ (પેક), ચા(પેક) અને ફીલટર્ડ સીંગતેલ (પેક) નો સમાવેશ થાય છે.
જામનગર મહાનગરપાલિકા ના મુખ્ય માર્ગો પર આવેલા કોમર્શીયલ યુનીટ માં દબાણ અને ન્યુસન્સ અંગે ફૂડ અધિકરી સહીત ની ટીમ દ્વારા અઠવાડિયામાં ૨ દીવસ ફરજ દરમ્યાન આસામીઓ પાસેથી રુા. ૫૬૦૦ દંડ વસુલ કર્યો છે.
જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શહેરના પટેલ કોલોની રોડ વિસ્તાર માં ઇન્સ્પેક્સન દરમિયાન લાયસન્સ ન ધરાવતી પેઢીઓને  ફૂડ લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવવા નોટીશ પાઠવી તે અંગે તાકીદ કરવામાં આવ્યા. હતા. જેમા, લાઈવ ઈડલી ઢોસા ખીરું  (ધનવંતરી ગ્રાઉન્ડ પાસે), નિશીતભાઇ ઘૂઘરાવારા (ડી.કે.વી પાસે),વસીમભાઈ સિપાઈ (દલવાડીવારા), હિરેન પરમાર ઘૂઘરાવારા અને યશપાલસિંહ ચુડાસમા પકોડાવારાનો સમાવેશ થાય છે.
 જામનગર મહાનગરપાલિકાને મેઈલ દ્વારા મળેલી ફરીયાદ અન્વયે શહેર માં ઇન્દિરા રોડ, હરિયા સ્કુલ સામે આવેલ (૧) અક્ષર ફરસાણમાંથી મોહન થાળ (લુઝ) નો નમુનો તેમજ તેના ઉપર ના ભાગે આવેલ (૨) અક્ષર ડાઈનીંગ હોલ  માંથી બટેકા નું શાક (લુઝ) નો નમુનો લેવામાં આવ્યો હતો, આ ઉપરાંત ઈન્સ્પેક્શન કરતાં અક્ષર ડાઈનીંગ હોલમાં કોઈપણ પ્રકાર નું લાયસન્સ ધરાવતા ન હોય તેમજ સફાઈ નો અભાવ જણાતા તા.૨૭/૦૭/૨૦૨૩ ના બપોર બાદ પ્રોપર રીનોવેશન/હાઈઝેનીક ક્ધડીશન સુધારવા/લાયસન્સ મેળવી લેવા ૩ દીવસ માટે રેસ્ટોરન્ટ બંધ કરાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application