જામનગર જિલ્લા નાં ધ્રોલ તાલુકા નાં લતીપર ગામ ની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ની શાખા નાં મનેજર દ્વારા રૂ. ૧ કરોડ ૫૫ લાખ ની ખેડૂતો ની રકમ ની ઉચાપત કરવામાં આવી હોવા અંગે ખેડૂતો દ્વાર જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
આજે લતીપુર નાં ખેડૂતો , ગામ નાં ઉપસરપંચ ,જિલ્લા પંચાયત નાં સદસ્ય વગેરે એ આજે જામનગર જિલ્લા પોલીસ વડા ને રૂબરૂ મળી રજૂઆત કરી હતી કે ગામ ની સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની શાખાના મેનેજર નયનકુમારસિંગ એ. ગામ ના ૬૦ જેટલા ખેડૂતો ના ખાતા ના ધિરાણ પેટે રૂ. ૧ કરોડ ૫૫ લાખ ઉપાડી લીધા પછી મેનેજર ગામ છોડી ચાલ્યા ગયા છે. અને છેલ્લા ત્રણ - ચાર માસ થી તેઓ બેંક માં પણ આવ્યા નથી. જેમાં કેટલાક ખેડૂતો મૃત્યુ પામ્યા છે . છતાં તેમના નામે પણ ધિરાણ મેળવી લેવાયુ હોવા નું જણાવ્યું છે.
આથી જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમ સુખ ડેલુ એ તુરત જ ધ્રોલ ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પનારા ને સૂચના આપી ૧૦ દિવસ મા આરોપી મેનેજર ને શોધી કાઢવા જણાવ્યું છે.
ગામના ખેડૂતો દ્વારા ત્રણેક માસ પહેલા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયા ના રિજનલ મેનેજર ને પણ રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાં બેંક દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવતા આખરે મામલો પોલીસ વડા સમક્ષ પહોંચ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'એક પેડ માઁ કે નામ' ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ પોતાના માતૃશ્રી સાથે વૃક્ષારોપણ કર્યું
July 08, 2024 10:42 AMઆ રાશિના જાતકો પર થશે લક્ષ્મીજીની કૃપા,થશે અઢળક ધન લાભ
July 08, 2024 10:09 AMઆ રાશિના જાતકો પર થશે લક્ષ્મીજીની કૃપા,થશે અઢળક ધન લાભ
July 08, 2024 09:54 AMસિલ્કી સોફ્ટ હેર માટે આ રીતે ઘરે જ બનાવો નેચરલ કંડિશનર
July 07, 2024 11:58 PMચહેરા પર આ રીતે કેળાની છાલનો કરો ઉપયોગ, નિસ્તેજ ત્વચામાં આવશે નિખાર
July 07, 2024 11:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech